લોક અપ હોસ્ટ કંગના રનૌતે ફરી એકવાર બોલીવુડ સ્ટાર્સને લીધા પોતાના નિશાના પર

સ્પષ્ટવક્તા ગણાતી બોલિવૂડની 'કવીન' અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આજકાલ તેના રિયાલિટી શો 'લોકઅપ'ને કારણે સતત ચર્ચામાં બની રહે છે. ફરી એક વાર બી ટાઉનના જાણીતા સેલેબ્સ પર તેની પ્રતિક્રિયાને લીધે ચર્ચા જગાવી રહી છે.

લોક અપ હોસ્ટ કંગના રનૌતે ફરી એકવાર બોલીવુડ સ્ટાર્સને લીધા પોતાના નિશાના પર
Kangana Ranaut (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 8:05 PM

તાજેતરમાં લોકપ્રિય થયેલા રિયાલિટી શો ‘લોક અપ’ (Lock Up) હોસ્ટ કંગના રનૌત (Kangana Ranaut) પોતાને અન્ય બૉલીવુડ સ્ટાર્સ કરતાં ‘સફળ’ દર્શાવે છે. લોક અપ શો રાતોરાત લોકોમાં ખૂબ જાણીતો બની ચૂક્યો છે અને તેની સ્ટોરીલાઇન ડ્રામાથી ભરપૂર હોવાથી લોકોને પોતાના ફેવરિટ સ્ટાર્સને ‘વિધાઉટ ફિલ્ટર’ જોઈ શકે છે. કંગના રનૌત અનેક વાર બોલિવૂડના (Bollywood) સ્ટાર્સ પ્રત્યે વિચિત્ર નિવેદનો આપતી જોવા મળે છે, જેથી તેણીને બોલીવુડમાં લોકો અત્યારે ખૂબ નાપસંદ કરે છે.

SRK, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા હોસ્ટિંગમાં ‘અસફળ’ હતા

રિયાલિટી શો લોક અપની હોસ્ટ કંગના રનૌતે તાજેતરમાં જ એક સફળ રિયાલિટી શો હોસ્ટ તરીકે પોતાની જાતને ઊભી કરવા માટે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ પોસ્ટ કરી છે. તેણીની આ લાંબી નોંધમાં, કંગનાએ બોલિવૂડ સેલેબ્સના નામ લીધા છે, જેમણે હોસ્ટિંગમાં હાથ અજમાવ્યો હતો. પરંતુ આ પાસામાં તેઓ ‘સફળ’ થવામાં નિષ્ફળ રહ્યા હોય. તેણીએ લખ્યું કે જ્યારે તેઓ સફળ કારકિર્દી ધરાવે છે પરંતુ હોસ્ટિંગ વિભાગમાં, તેઓ અસફળ રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Kangana Ranaut Recent Instagram Story

લોક અપની પ્રથમ સિઝનના ‘સફળ હોસ્ટ’ તરીકે પોતાની જાતને શ્રેય આપતાં, કંગનાએ અન્ય યજમાન તરીકે અમિતાભ બચ્ચન અને સલમાન ખાનને શ્રેય આપ્યો છે, જેમણે હોસ્ટિંગના ક્ષેત્રમાં સફળતાનો સ્વાદ ચાખ્યો હતો.

કંગનાએ જે લખ્યું કે, “ઘણા સફળ કલાકારોએ હોસ્ટિંગ પર હાથ અજમાવ્યો છે, જેમ કે SRK, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ… તેઓની ફિલ્મી કારકિર્દી સફળ રહી શકે છે પરંતુ તેઓ હોસ્ટિંગમાં નિષ્ફળ રહ્યા છે. તેઓ અસફળ હોસ્ટ છે. અત્યાર સુધી માત્ર અમિતાભ બચ્ચન જી. , સલમાન ખાનજી અને કંગના રનૌતે એક સુપર સ્ટાર હોસ્ટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ લીગમાં રહેવાનો વિશેષાધિકાર અમારો છે. હું ઈચ્છું છું કે મારે સ્પષ્ટપણે જણાવવું ન પડે પરંતુ ઈર્ષાળુ મૂવી માફિયા મને અને મારા શોને બદનામ કરવા માટે બધું કરી રહ્યા છે. તેથી મારે જરૂરી બધુ જ કરવું પડ્યું અને જો હું બીજા બધા માટે ઊભા રહી શકું તો હું મારા માટે પણ ઊભી રહી શકું છું. મારી પેઢીનો એકમાત્ર સફળ હોસ્ટ બનવું અદ્ભુત છે. #LockUpp”

લોક અપને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી છે. આ શો એકતા કપૂરના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યો છે અને MX Player એ તેની રજૂઆતના 32 દિવસમાં સફળતાપૂર્વક 200 M વ્યૂ વટાવી દીધા છે.

આ પણ વાંચો – Television News: શું અંકિતા લોખંડે બનવાની છે માતા? ‘જુલમી જેલ’માં આવીને અભિનેત્રીએ કંગનાની સામે ખોલ્યું રહસ્ય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">