ઓસ્કાર nominated ફિલ્મ ‘છેલ્લા શો’ના બાળ કલાકાર રાહુલ કોલીનું કેન્સરને કારણે થયું અવસાન, બે દિવસ પછી રિલીઝ થશે ફિલ્મ
Rahul Koli Passed Away : રાહુલ કોલીના પિતાએ કહ્યું કે, " 2 ઓક્ટોબર, રવિવારે તેને નાસ્તો કર્યો થોડાં કલાક પછી તેને તાવ આવ્યો અને 3 વાર લોહીની ઉલ્ટી થઈ હતી. તેને બચાવી શક્યા નહી."

Rahul Koli Passed Away : ગુજરાતી સિનેમા જગત આજે શોકમાં ડુબેલું છે. કેમ કે બે દિવસ પછી રિલીઝ થવાની અને આ વર્ષે ઓસ્કાર માટે ગયેલી ફિલ્મ ‘છેલ્લો શો’ના (Chhello Show) લીડ એક્ટર રાહુલ કોલીનું કેન્સરના લીધે અવસાન થઈ ગયું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા આ સુંદર બાળ અભિનેતા રાહુલને કેન્સર થયું હતું.
India’s Oscar entry #ChhelloShow child actor #RahulKoli dies of cancer#TV9News pic.twitter.com/4CHZRz1leG
— Tv9 Gujarati (@tv9gujarati) October 11, 2022
14 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ થશે રિલીઝ
મળતી માહિતી મુજબ, રાહુલ 10 વર્ષનો હતો. તેનું અવસાન 2 ઓક્ટોબરના દિવસે લ્યુકેમિયાના કારણે અમદાવાદના એક કેન્સર હોસ્પિટલમાં થયો હતો. રાહુલ કોલીના પિતાએ કહ્યું કે, રવિવારે તેને નાસ્તો કર્યો અને પછી સતત તાવ ચડતો રહ્યો. તેના પછી તેને લોહીની ઉલટી શરૂ થઈ ગઈ. મારો પરિવાર તુટી ગયો છે પરંતુ અંતિમ સંસ્કાર પછી તેની ફિલ્મ ‘છેલ્લો શો’ જરૂર જોશું. રાહુલના અંતિમ સંસ્કાર વાળા દિવસે એટલે કે 14 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. છેલ્લો શોમાં રાહુલ કોલીએ લીડ એક્ટર તરીકે કામ કર્યું છે તેમજ 14 ઓક્ટોબરના રોજ હવે રાહુલની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. રાહુલના પરિવારમાં બધાની રડી-રડીને ખરાબ હાલત થઈ ગઈ છે.

Rahul Koli Passed Away
શું છે ફિલ્મની વાર્તા?
તમને જણાવી દઈએ કે, રાહુલની આ ફિલ્મમાં 9 વર્ષના બાળકની ઈમાનદારી પણ એક માસૂમ ચહેરા સાથે બતાવવામાં આવી છે. તમામ મુસીબતો છતાં પણ બાળક પોતાનું સપનું પૂરું કરવામાં પાછળ પડતું નથી. ફિલ્મ વિશે ડિરેક્ટર પાન નલિન કહે છે કે, આ ફિલ્મ મારા પોતાના જીવનથી પ્રેરિત છે અને સિનેમાએ તેને કેવી રીતે સુંદર, અણધારી અને ઉત્થાનકારી રીતે પરિવર્તિત કર્યું છે. મેં તેને મોબાઇલ ફોન, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અથવા ફિલ્મ સ્કૂલના આગમન પહેલાના સમય જેવું સેટ કર્યું છે. પૂર્વીય સમય વાર્તા કહેવાના અને સિનેમેટિક નિર્માણના અજોડ આનંદને પ્રતિબિંબિત કરે છે. આજે ટ્રેલર સાથે, લોકોને અમારા ફિલ્મ ‘છેલ્લા શો’ માં દુનિયાની ઊંડી ઝલક મળશે!
View this post on Instagram
રાહુલ તેની ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો
જણાવવામાં આવી રહ્યું છે કે, રાહુલનું મૃત્યુ 2 ઓક્ટોબરે થયું હતું. રાહુલના પરિવારે જામનગર નજીકના તેમના વતન હાપામાં પ્રાર્થના સભા યોજી હતી. રાહુલના પિતા વ્યવસાયે ઓટોરિક્ષા ચલાવે છે. તે જ સમયે, રાહુલ તેની ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો પરંતુ રાહુલનું આટલી નાની ઉંમરમાં અવસાન થવાથી દરેકની આંખો ભીની છે.
ફિલ્મ ફેસ્ટિવલમાં કામના ખૂબ થયા વખાણ
રાહુલ માત્ર 15 વર્ષનો હતો અને તેની ફિલ્મ ‘છેલ્લો શો’ આ વર્ષે 95માં એકેડેમી એવોર્ડમાં ગયો હતો. દરેક ફિલ્મ ફેસ્ટિવલમાં પાન નલિનની ફિલ્મ અને રાહુલ કોલીના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મમાં રાહુલ અને ભાવિન ઉપરાંત રિચા મીના, ભાવેશ શ્રીમાળી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
