AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kusu Kusu Song Teaser: નોરા ફતેહીએ ‘સત્યમેવ જયતે 2’ના આ ગીતમાં બતાવ્યા હોટ અને સિઝલિંગ મૂવ્સ, જુઓ વીડિયો

આ વખતે જોન અબ્રાહમ ફિલ્મમાં ભ્રષ્ટાચાર સામે લડતો જોવા મળશે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ડ્રામા અને ઈમોશન પણ જોવા મળશે. મિલાપ ઝવેરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Kusu Kusu Song Teaser: નોરા ફતેહીએ 'સત્યમેવ જયતે 2'ના આ ગીતમાં બતાવ્યા હોટ અને સિઝલિંગ મૂવ્સ, જુઓ વીડિયો
Nora Fatehi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 8:55 PM
Share

‘દિલબર’ (Dilbar) ગીતમાં પોતાનો મનમોહક અભિનય દેખાડનાર નોરા ફતેહી (Nora Fatehi) હવે ‘સત્યમેવ જયતે 2’ (Satyameva Jayate 2) ના નવા ગીત ‘કુસુ કુસુ’ (Kusu Kusu)માં તેના સિઝલિંગ મૂવ્સ બતાવવા જઈ રહી છે. આ ગીતનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત દ્વારા ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’માં ગ્લેમર ઉમેરવા માટે નોરા ફતેહી તૈયાર છે. નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ નવા ગીતનું એક નાનું ટીઝર શેર કર્યું છે, જેને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

આ ગીતનું ટીઝર શેર કરવાની સાથે જ નોરાએ જાહેરાત કરી કે આ ગીત આવતીકાલે એટલે કે બુધવારે રિલીઝ થશે. કુસુ કુસુ ગીતના આ ટીઝરની વાત કરીએ તો નોરા ફતેહી ફરી એકવાર તેના ગીતમાં બેલે ડાન્સ કરતી જોવા મળી શકે છે. નોરા ક્રીમ કલરના શિમરી ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. પોતાનો આકર્ષક અભિનય ફેલાવતી નોરાથી તેનાં ચાહકોની નજર દૂર કરવી મુશ્કેલ છે.

ગીતના ટીઝર પહેલા, નોરા ફતેહીએ ગીતનું એક પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેના દ્વારા તેણે કહ્યું હતું કે ‘સત્યમેવ જયતે’ની જેમ તે ‘સત્યમેવ જયતે 2’માં પણ સ્પેશિયલ અપિયરન્સ આપતી જોવા મળશે. છેલ્લી વખત નોરા દિલબર ગર્લ બની હતી અને આ વખતે તે દિલરૂબા ગર્લ બની છે.

આ ગીત પહેલા ફિલ્મના બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે, જે આ ફિલ્મના મુખ્ય કલાકારો જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) પર ફિલ્માવવામાં આવ્યું છે. પહેલું ગીત છે – મેરી ઝિંદગી હૈ તુ અને બીજું છે – તેનુ લહંગા. જી હા, તેનુ લહંગા જસ માનકનું પંજાબી ગીત છે, જેનો આ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

અત્યારે જો ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. તેનું ટ્રેલર જોઈને ખબર પડે છે. ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં જોન અબ્રાહમ (John Abraham) ડબલ નહીં પરંતુ ટ્રિપલ રોલમાં જોવા મળશે. અગાઉની ફિલ્મની જેમ આ ફિલ્મ પણ એક મહત્વનો મુદ્દો ઉઠાવે છે. આ વખતે જોન અબ્રાહમ ફિલ્મમાં ભ્રષ્ટાચાર સામે લડતા જોવા મળશે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ડ્રામા અને ઈમોશન પણ જોવા મળશે. મિલાપ ઝવેરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો :- Kiara Advani સાથેના સંબંધોના અહેવાલો વચ્ચે, સિદ્ધાર્થ મલ્હોત્રાને પુછ્યો લગ્નનો પ્લાન, જાણો શું મળ્યો જવાબ

આ પણ વાંચો :- Antim: The Final Truth: સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ કર્યો મહિમા સાથે રોમાન્સ, રિલીઝ થયું ‘હોને લગા’ ગીત

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">