AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antim: The Final Truth: સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ કર્યો મહિમા સાથે રોમાન્સ, રિલીઝ થયું ‘હોને લગા’ ગીત

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ ધ ફાઈનલ ટ્રુથનું રોમેન્ટિક ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં આયુષ શર્મા મહિમા મકવાના સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

Antim: The Final Truth: સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ કર્યો મહિમા સાથે રોમાન્સ, રિલીઝ થયું 'હોને લગા' ગીત
Aayush Sharma, Mahima Makwana
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 5:38 PM
Share

સલમાન ખાન (Salman Khan) અને આયુષ શર્મા (Aayush Sharma)ની ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ (Antim : The Final Truth)નું રોમેન્ટિક ગીત હોને લગા (Hone Laga) રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં આયુષ શર્મા સાથે મહિમા મકવાના (Mahima Makwana) જોવા મળી રહી છે. બંને વચ્ચે રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ગીતમાં બંનેના ઘણા રોમેન્ટિક સીન છે જે તમને સ્ક્રીન પરથી નજર નહીં હટવા દે.

આ ગીત જુબીન નૌટિયાલે (Jubin Nautiyal) ગાયું છે. સંગીત રવિ બાસુરે આપ્યું છે અને લિરિક્સ શબ્બીર અહેમદે લખ્યા છે. આ ગીત શબીના ખાન અને ઉમેશ જાધવે કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીતનું નિર્માણ ભરત મધુસુધનન અને સચિન બસરુરે કર્યું છે.

તમને જણાવી દઈએ કે મહિમા આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ પહેલા તેણે વર્ષ 2017માં વેંકટપુરમ ફિલ્મથી ટોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ મહિમાના કરિયર માટે એક મોટી ફિલ્મ છે. તેણે બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું તો સલમાન ખાનની ફિલ્મથી.

આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થવાની છે. તાજેતરમાં જ્યારે સલમાનને ફિલ્મની કમાણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જેટલી પણ ઓપનિંગ લાગે છે તેમાંથી 50 ટકા ઘટાડો કરી દો. સલમાન કહે છે કે ઈન્ડસ્ટ્રી ટૂંક સમયમાં પાટા પર આવી જશે જ્યારે 50 ટકા ક્ષમતા ખતમ થઈ જશે.

અંતિમમાં થશે સલમાન અને આયુષની ટક્કર

તમને જણાવી દઈએ કે સલમાન અને આયુષ ભૂતકાળમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. આયુષની ફિલ્મ લવયાત્રી (Loveyatri)દ્વારા આયુષે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું નિર્માણ સલમાને કર્યું હતું. સલમાને આમાં અભિનય નથી કર્યો, પરંતુ અંતિમમાં સલમાન અભિનય પણ કરશે. ફિલ્મમાં સલમાન પોલીસ ઓફિસર અને આયુષ વિલનની ભૂમિકામાં છે. બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની છે અને દર્શકો આ ટક્કર જોવા માટે ઉત્સાહિત છે.

દિવાળી પર રિલીઝ કરવાનું આયોજન હતું

તમને જણાવી દઈએ કે આ પહેલા સલમાન દિવાળીના અવસર પર ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા હતા. પરંતુ આ પ્રસંગે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) પણ રિલીઝ થઈ રહી હતી. તેથી રોહિતે સલમાન સાથે વાત કરી અને તેમને સમજાવ્યા. સલમાને રોહિતની વાત માની અને તે પછી તેમણે દિવાળી પર તેમની ફિલ્મ રિલીઝ કરવાનો પ્લાન કેન્સલ કરી દીધો. હવે 26 નવેમ્બરે આ ફિલ્મ થિયેટરમાં ધમાકો કરવા જઈ રહી છે.

આ પણ વાંચો :- સિંગર નેહા ભસીન પર ગુસ્સે થયા સલમાન ખાન, Bigg Boss 15ને સ્ક્રિપ્ટેડ કહેવા બદલ આપ્યો ઠપકો

આ પણ વાંચો :- Kamal Hassan Magic: મેટાવર્સમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા કમલ હાસન

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">