Kusu Kusu Song: નોરા ફતેહીનું ‘કુસુ કુસુ’ ગીત થયું રિલીઝ, પોતના હોટ ડાન્સ મૂવ્સથી કર્યાં લોકોને ઘાયલ, જુઓ વીડિયો

નોરા ફતેહી (Nora Fatehi) પોતાના આ ગીતથી ખૂબ જ ખુશ છે. તેને આશા છે કે જે રીતે તેના ગીત દિલબરને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો તે જ રીતે તે તેના આ ગીતને પણ પ્રેમ આપશે.

Kusu Kusu Song: નોરા ફતેહીનું 'કુસુ કુસુ' ગીત થયું રિલીઝ, પોતના હોટ ડાન્સ મૂવ્સથી કર્યાં લોકોને ઘાયલ, જુઓ વીડિયો
Nora Fatehi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 5:08 PM

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi)ના ચાહકો જે ગીતની રાહ જોઈ રહ્યા હતા તે ગીત આખરે આજે એટલે કે બુધવારે રિલીઝ થઈ ગયું છે. અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ (Satyameva Jayate 2)ના ગીત ‘કુસુ કુસુ’ (Kusu Kusu) વિશે. આ ફિલ્મનું એક આઈટમ સોંગ છે, જેમાં નોરા ફતેહી ખૂબ જ જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. નોરાના ડાન્સ મૂવ્સ ખૂબ જ કિલર છે, જેને જોઈને તેના ફેન્સના દિલની ધડકન ખુબજ ફાસ્ટ થઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નોરા ફતેહી દિગ્દર્શક મિલાપ મિલન ઝવેરી માટે નસીબદાર લાગે છે કારણ કે ‘દિલબર’ અને ‘એક તો કમ જિંદગી’ જેવા આઈકોનિક ગીતોમાં અભિનય કર્યા પછી નિર્દેશક સાથે નોરાનો આ ત્રીજો સિઝલિંગ ડાન્સ નંબર છે. આ ગીતમાં ઝારા ખાન અને દેવ નેગીએ પોતાનો અવાજ આપ્યો છે. તે જ સમયે, કુસુ કુસુ, તનિષ્ક બાગચી દ્વારા રચાયેલ અને લખાયેલું એક ઓરિઝનલ ગીત છે.

નોરા ફતેહીની કિલર સ્ટાઈલ

ગીતના વીડિયોની વાત કરીએ તો આમાં નોરા ફતેહીના ડાન્સ મૂવ્સ ખૂબ જ શાનદાર છે. રોશનીથી ઝળહળતો સેટ પ્રેક્ષકોને વધુ આકર્ષિત કરશે. તેનું સંગીત સાંભળવું પણ સરસ હતું. આટલું જ નહીં ગીતમાં જોન અબ્રાહમ (John Abraham)ની ઝલક પણ જોવા મળી હતી. તેના નૃત્ય કૌશલ્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરતી નોરા આદિલ શેખ દ્વારા કોરિયોગ્રાફ કરેલા ગીતમાં કેટલાક વિસ્ફોટક અદભૂત બેલી ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી હતી.

આ ગીતને લઈને ઉત્સાહિત નોરા ફતેહી કહે છે, “સત્યમેવ જયતે મારા જીવનમાં એક ખાસ સ્થાન ધરાવે છે અને હું સત્યમેવ જયતે 2નો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. દિલબરની સફળતા પછી દિલરૂબા સાથે પાછું આવવું એ ખૂબ જ સારી અનુભૂતિ છે. મને ફરી એકવાર તક આપીને કંઈક અલગ કરવા માટે પસંદ કરવા બદલ હું મિલાપ, નિખિલ સર અને ભૂષણ સરનો આભાર માનું છું. હું કુસુ કુસુને રજુ કરવા માટે ઉત્સાહિત છું અને ખરેખર દરેકના પ્રતિભાવની રાહ જોઈ રહી છું.”

દરમિયાન, મિલાપ મિલન ઝવેરી કહે છે, “હું આઈકોનિક દિલબર અને એક તો કમ જિંદગી પછી રોમાંચિત છું કે નોરા કુસુ કુસુનો એક ભાગ છે. તે મારા માટે એક લકી ચાર્મ છે અને તેની જબરદસ્ત પ્રતિભાએ સમગ્ર દેશને વાસ્તવમાં વિશ્વને અને જેઓ તેની સુંદરતા અને નૃત્યના કટ્ટર પ્રશંસક છે તે બધાને આકર્ષિત કર્યા છે. આ પરંપરા ચાલુ રાખવા અને સત્યમેવ જયતે 2નો ભાગ બનવા બદલ હું તેમનો ખૂબ આભારી છું.

જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) અભિનીત સત્યમેવ જયતે 2નું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર (ટી-સિરીઝ), મોનિષા અડવાણી, મધુ ભોજવાની, નિખિલ અડવાણી (એમ્મે એન્ટરટેઈનમેન્ટ) દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુરુવાર, 25 નવેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો :- શું કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્ન માટે સલમાન ખાને મુલતવી રાખ્યું ‘ટાઈગર 3’નું શૂટિંગ?

આ પણ વાંચો :- Revealed: કામ ન મળવાના લીધે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અનિતા હસનંદાની, એકતા કપૂરની મદદે બદલી નાખ્યું જીવન

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">