AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: શું તમે જાણો છો કોણે આપ્યું અભિનેતાને ‘શક્તિ કપૂર’ નામ? જાણો રસપ્રદ વાતો

Happy Birthday Shakti Kapoor: ઇન્ડસ્ટ્રીમાં શક્તિ કપૂર વિશે ઘણી પ્રખ્યાત વાતો છે. પરંતુ આજે અમે તમને શક્તિ કપૂરની કેટલીક ખાસ બાબતોથી પરિચિત કરાવીશું.

Birthday Special: શું તમે જાણો છો કોણે આપ્યું અભિનેતાને 'શક્તિ કપૂર' નામ? જાણો રસપ્રદ વાતો
know the unknown and interesting incident about shakti kapoor's career
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 9:00 AM
Share

બોલિવૂડના જાણીતા વિલન અને કોમેડિયન શક્તિ કપૂરને કોણ નથી ઓળખતું. શક્તિ લાંબા સમયથી ચાહકોમાં રાજ કરી રહી છે. આજે (3 સપ્ટેમ્બર) શક્તિ કપૂરનો જન્મદિવસ છે. શક્તિ કપૂરે પોતાની ફિલ્મોમાં તમામ પ્રકારની ભૂમિકાઓ કરી છે. શક્તિ કપૂરનો જન્મ 3 સપ્ટેમ્બર 1952 ના રોજ દિલ્હીના કરોલબાગમાં થયો હતો અને તેનું અસલી નામ સુનીલ કપૂર છે.

શક્તિ કપૂરે ફિલ્મમાં નેગેટિવ રોલ સાથે તેની કોમિક સ્ટાઇલથી દરેકનું દિલ જીતી લીધું છે. એક સમય હતો જ્યારે શક્તિની કોમેડીના ચાહકો દીવાના હતા. ગોવિંદા સાથે તેની જોડી ખૂબ પ્રખ્યાત રહી છે. આજે અમે તમને અભિનેતાની કારકિર્દી વિશે કેટલીક ખાસ બાબતોથી પરિચિત કરાવીશું.

કોણે શક્તિ કપૂરને નામ આપ્યું?

શક્તિ કપૂરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 1977 ની ફિલ્મ ‘ખેલ ખિલાડી કા’થી કરી હતી. આ ફિલ્મમાં હેમા માલિની અને ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ પછી, શક્તિ ‘કુર્બાની’ અને ‘રોકી’માં જોવા મળ્યા. શક્તિને આ બંને ફિલ્મોથી ઓળખ મળી. આ ફિલ્મોમાં શક્તિનો અભિનય ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે નામાંકિત અભિનેતા સુનીલ દત્તે શક્તિ કપૂરને ફિલ્મ ‘રોકી’ માટે વિલન તરીકે લીધા હતા. પરંતુ સુનીલ દત્તને વિલન તરીકે તેમનું નામ સુનીલ સિકંદરલાલ કપૂર જામ્યું નહીં, ત્યારબાદ સુનીલ દત્તે તેમનું નામ બદલીને શક્તિ કપૂર રાખ્યું. આ પછી, તે શક્તિના નામથી ફિલ્મોમાં પ્રખ્યાત થયા.

એક અકસ્માતથી બદલાયું જીવન

કહેવાય છે કે એક વખત જ્યારે તે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર મર્સિડીઝ સાથે અથડાઇ હતી. જેના કારણે શક્તિએ ગુસ્સામાં મર્સિડીઝમાં બેઠેલી વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરી હતી, તે બીજું કોઈ નહીં પરંતુ અજોડ અભિનેતા ફિરોઝ ખાન હતા. જોકે એ વાત ત્યાં જ સમાપ્ત થઈ ગઈ, પણ શક્તિ ફિરોઝના મનમાં બેસી ગયા. ફિરોઝ શક્તિ વિશે તેમના મિત્રોને કહે છે કે એક છોકરો છે જેને મને ખુબ પસંદ આવ્યો અને તેને હું મારી ફિલ્મ ‘કુર્બાની’માં વિલન બનાવવા માંગુ છું. પછી શક્તિને આ ફિલ્મમાં વિશેષ ભૂમિકા મળી.

શક્તિની કારકિર્દી

શક્તિને ‘કુર્બાની’ અને ‘રોકી’ ફિલ્મોથી ખ્યાતિ મળી. આ પછી તેમણે ‘હિંમતવાલા’ અને ‘હીરો’ જેવી ફિલ્મોમાં પણ વિલનની ભૂમિકા ભજવી હતી પરંતુ તે પછી તેણે પોતાને કોમેડી પાત્રો માટે તૈયાર કર્યા. તેમણે ‘રાજા બાબુ’, ‘બાપ નંબરી બેટા દસ નંબરી’, ‘અંદાઝ અપના-અપના’, ‘તોહફા’, ‘ચાલબાઝ’ જેવી ફિલ્મોથી બધાને આશ્ચર્યચકિત કર્યા.

આ પણ વાંચો: સિદ્ધાર્થ શુક્લાના નિધન પર ટ્રોલરે આ અભિનેતાને આપી દીધી શ્રદ્ધાંજલિ, અભિનેતાએ ગુસ્સે થઈને આપ્યો જવાબ, જુઓ

આ પણ વાંચો: Sidharth Shukla dies:સિદ્ધાર્થ શુક્લાએ છેલ્લી વખત કર્યા હતા રિયલ લાઈફ હીરોને સલામ, અભિનેતાની છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

g clip-path="url(#clip0_868_265)">