AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષોથી અભિનેતા તરીકે કામ કરનાર નેતા સની દેઓલ છે દેવાદાર! જાણો તેની સંપત્તિ અને દેવા વિશે

સની દેઓલ એક એવા અભિનેતા છે જે નેતા બન્યા બાદ પણ અભિનેતા તરીકે લોકપ્રિય છે. ચાલો આજે જાણીએ કે સની પાજી પાસે કેટલી પ્રોપર્ટી છે અને કેટલું દેવું છે.

વર્ષોથી અભિનેતા તરીકે કામ કરનાર નેતા સની દેઓલ છે દેવાદાર! જાણો તેની સંપત્તિ અને દેવા વિશે
Know about the property and debt of Sunny deol
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 1:04 PM
Share

બોલિવૂડના દમદાર અભિનેતા સન્ની દેઓલ હવે રાજનીતિમાં પણ એટલા જ સક્રિય છે. ફાઈટ સીનમાં દમદાર અને લવ સીનમાં શરમાળ અભિનેતા તરીકેની ઓળખ સની દેઓલે બનાવી છે. સનીના લાખો ફેન્સ આજે પણ છે. પરંતુ તેમના ફેન્સને એ જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેતા કરોડોનો દેવાદાર છે.

જી હા ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સનીનો પરિવાર માત્ર 2.5 કરોડના ફ્લેટમાં રહે છે. જ્યારે બોલીવૂડના સ્ટાર્સ અજબોના ઘરોના માલિક હોય છે. ઇન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપનાર સની સંપત્તિની બાબતમાં સાવકી માતા હેમા માલિની અને પિતા ધર્મેન્દ્રથી પણ ઘણા પાછળ છે. 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન સન્ની દેઓલે તેમની સંપત્તિની વિગતો ચૂંટણી પંચને આપી હતી.

માહિતી પ્રમાણે તે સમયે સનીએ તેના એફિડેવિટમાં લખ્યું હતું. સનીના બેંક ખાતામાં 9 લાખ રૂપિયા છે. તેમજ તેની પાસે 26 લાખ રૂપિયા રોકડા છે. જ્યારે તેમની પત્ની પૂજાની સંપત્તિ 6 કરોડ છે.

ઘણા વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહેલા સન્ની દેઓલ સંપત્તિના મામલે તેની સાવકી માતા હેમા માલિની અને પિતા ધર્મેન્દ્રથી ઘણા પાછળ છે. અહેવાલોના જણાવ્યા અનુસાર સની પાસે કુલ 83 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ચૂંટણીના એફિડેવિટમાં સનીએ એમ પણ કહ્યું હતું કે તેની પાસે 1.69 કરોડની કાર છે. આ સાથે તેની પાસે 1.56 કરોડના જ્વેલરી પણ છે.

અહેવાલ અનુસાર જણાવી દઈએ કે સની અને તેની પત્નીએ બેંક પાસેથી લગભગ 51 કરોડ રૂપિયાની લોન લીધી છે. જ્યારે લગભગ 2.5 કરોડનું સરકારી દેવું પણ પતિ-પત્ની પર બાકી હોવાનો ઉલ્લેખ છે. આ સિવાય સની દેઓલ પર પણ એક કરોડ 7 લાખ રૂપિયાના જીએસટીની રકમ પણ બાકી છે.

આ પણ વાંચો: Raj Kundra Case: શિલ્પા શેટ્ટીના ગળે લટકતી તલવાર? મુંબઈ પોલીસ કરશે તપાસ! જાણો વિગત

આ પણ વાંચો: હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">