KGF 2 : સંજય દત્તે KGF Chapter 2 થી કામ પર કરી વાપસી, જોરદાર એક્શન કરતા જોવા મળશે

|

Dec 07, 2021 | 5:06 PM

સંજય દત્તને અધીરના રોલમાં જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના પાત્રને લઈને ચાહકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત 'તુલસીદાસ જુનિયર', 'શમશેરા' અને 'KGF ચેપ્ટર 2'માં જોવા મળશે.

KGF 2 : સંજય દત્તે KGF Chapter 2 થી કામ પર કરી વાપસી, જોરદાર એક્શન કરતા જોવા મળશે
Sanjay Dutt

Follow us on

કન્નડ સુપરસ્ટાર (Kannad SuperStar) યશની આગામી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutta) શૂટિંગ પર પાછા ફર્યા છે. આ વર્ષ અભિનેતા માટે ખૂબ જ વ્યસ્ત રહ્યું છે. આ વર્ષે સંજય દત્તની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઈ શકે છે. અભિનેતા KGF ચેપ્ટર 2 માટે ‘અધીરા’ તરીકે સેટ પર પાછો ફર્યો છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે.

સંજય દત્તે તેના ઇન્સ્ટાગ્રામ પર ‘KGF ચેપ્ટર 2’ ના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે અધીરાના રોલ માટે ડબ કરતો જોવા મળ્યો હતો. આ પોસ્ટ શેર કરતાં સંજયે લખ્યું, અધીરા ફરી એક્શનમાં આવી ગયા છે. આ ડબિંગ KGF ચેપ્ટર 2 માટે છે જે 14મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ચાહકો ઘણા સમયથી સાઉથની કેટલીક ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. તેમની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છે. આવી જ એક ફિલ્મ છે કન્નડ ફિલ્મ ‘KGF’, જેની સિક્વલ ‘KGF ચેપ્ટર 2’ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

KGF ચેપ્ટર 2 ના ટીઝરને 200 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. KGF ચેપ્ટર 2 માં કન્નડ સિનેમા સુપરસ્ટાર યશ મુખ્ય ભૂમિકામાં છે. સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન લીડ રોલમાં છે. KGF એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા. ફેન્સની સાથે મેકર્સને પણ આ ફિલ્મથી ઘણી આશાઓ છે. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર KGF ચેપ્ટર 2 સાથે ટકરાશે.

સંજય દત્તને અધીરના રોલમાં જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના પાત્રને લઈને ચાહકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત ‘તુલસીદાસ જુનિયર’, ‘શમશેરા’ અને ‘KGF ચેપ્ટર 2’માં જોવા મળશે.

આ પણ વાંચો –

પીએમ મોદી જાન્યુઆરીમાં જશે UAE અને કુવૈતની મુલાકાતે, મહામારીમાં મળ્યો હતો બંને દેશનો સાથ, જાણો શા માટે છે આ યાત્રા મહત્વપૂર્ણ

આ પણ વાંચો –

રાજ્યભરમાં જુનિયર્સ ડોકટર્સ અનિશ્ચિત મુદતની હડતાળના પગલે સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાઇન લાગી

આ પણ વાંચો –

Maharashtra Omicron Alert : Omicron ના ગભરાટ વચ્ચે 295 લોકો વિદેશથી મુંબઈ પરત ફર્યા, 100 થી વધુ ગુમ

Next Article