KBC 13 : નિર્માતાઓએ ફિલ્મ શોલેમાં વાર્તાનો અંત બદલવા માટે તમામ તૈયારીઓ કરી હતી, અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ જણાવ્યો આ ખાસ કિસ્સો

|

Oct 15, 2021 | 10:31 PM

'શોલે' એક એવી ઐતિહાસિક ફિલ્મ છે, જે લોકોને હજુ પણ ખૂબ ગમે છે. આ ફિલ્મને 40 વર્ષ પૂરા થયા છે. પરંતુ આજે પણ લોકોને શોલેના ડાયલોગ યાદ છે.

KBC 13 : નિર્માતાઓએ ફિલ્મ શોલેમાં વાર્તાનો અંત બદલવા માટે તમામ તૈયારીઓ કરી હતી, અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ જણાવ્યો આ ખાસ કિસ્સો
KBC 13

Follow us on

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 13ના (Kaun Banega Crorepati 13) ‘શાનદાર શુક્રવાર’ ના આજના એપિસોડમાં, પ્રેક્ષકોને ફિલ્મ ‘શોલે’ નું રીયૂનિયન જોવા મળ્યું હતું. કારણ કે 40 વર્ષ પછી, આ ફિલ્મની ‘બસંતી’ હેમા માલિની અને દિગ્દર્શક રમેશ સિપ્પી ‘કૌન બનેગા કરોડપતિ’ 13 માં પૂછાયેલા સવાલોના જવાબ તેમના જય એટલે કે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને આપી રહ્યા હતા.

ધર્મેન્દ્ર (Dharmendra) પણ આ એપિસોડમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની અને રમેશ સિપ્પી સાથે વીડિયો કોલ દ્વારા જોડાયા હતા. આ દરમિયાન તેમણે શોલે સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ જણાવ્યો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ (Hema Malini) ખુલાસો કર્યો કે જ્યારે શોલેના ‘ઓપનિંગ ડે’ પર ટીમને લોકોની પ્રતિક્રિયા જોવા મળી, તે પ્રતિક્રિયા બાદ શોલેની ટીમ વાર્તા અને અમિતાભ બચ્ચનનું પાત્રમાં બદલવ લાવવાનું વિચારી રહી હતી. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘શોલે’માં તેમણે જયની ભૂમિકા ભજવી હતી, જે ગબ્બર સામેની લડાઈમાં મૃત્યુ પામે છે.

હેમા માલિનીએ કહ્યું હતું કે, ‘હું શોલેના શરૂઆતના દિવસે શૂટિંગ કરી રહી હતી. ત્યારે રમેશ સિપ્પી રાજ કમલ સ્ટુડિયોમાં મને જોવા આવ્યા અને હું તે સમયે ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ જ્યારે મેં રમેશજીને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યા વગર માથું હલાવ્યું, ‘મેં પૂછ્યું કે શું થયું?’ તો તેમણે કહ્યું કે, ‘કોઈ લોકોને તે ગમ્યું નથી (કોઈને ગમતું નથી?)’ હેમા માલિનીએ કહ્યું કે, તે આ સાંભળીને ચોંકી ગયા હતા.

વાર્તામાં કર્યો બદલાવ

હેમા માલિનીની વાત સાંભળીને અમિતાભે કહ્યું કે “હું તમને આગળની વાર્તા કહીશ કે, તે પછી શું થયું. લોકોની પ્રતિક્રિયા જોયા પછી અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે વિધવા પુનર્વિવાહ ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને ફિલ્મમાં મારા પાત્રના મૃત્યુ પછી જયાનું પાત્ર ફરી વિધવા થયું. અમે વિચાર્યું કે આપણે ફિલ્મની વાર્તા બદલવી જોઈએ અને મારા પાત્રને જીવંત રાખવું જોઈએ.”

ફિલ્મે ઈતિહાસ રચ્યો

અમિતાભ બચ્ચને આગળ કહ્યું, “ફિલ્મના બેંગ્લોર ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું કે, અમે શનિવારે તે બીટનું ફરીથી શૂટિંગ કરીશું અને રવિવારે નવા દ્રશ્યો સાથે ફિલ્મ રજૂ કરીશું. અમે આ માટે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા જ્યારે રમેશે કહ્યું કે, અમે સોમવાર સુધી રાહ જોઈએ અને પછી તે દિવસે ઇતિહાસ રચાઈ ગયો.”

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

Next Article