કેટરિનાની બહેન ઈસાબેલે વિકી કૌશલનું આ રીતે કર્યું સ્વાગત, કહ્યું ‘અમારા ક્રેઝી પરિવારમાં આપનું સ્વાગત’

|

Dec 10, 2021 | 2:30 PM

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેની એક ઝલક જોવા માટે હાલ ચાહકો આતુર છે. ત્યારે કેટરીનાની નાની બહેન ઈસાબેલે વિકીનું પરિવારમાં મસ્તીભર્યુ સ્વાગત કર્યું છે.

કેટરિનાની બહેન ઈસાબેલે વિકી કૌશલનું આ રીતે કર્યું સ્વાગત, કહ્યું અમારા ક્રેઝી પરિવારમાં આપનું સ્વાગત
Isabelle Welcomes Vicky Kaushal

Follow us on

Vicky-Katrina Wedding : વિકી કૌશલ(Vicky Kaushal)  અને કેટરિના કૈફ(Katrina Kaif)  લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના મિત્રો, ચાહકો અને પરિવારના સભ્યો ખૂબ જ ખુશ છે. કેટરીના કૈફની નાની બહેન ઈસાબેલ કૈફ (Isabelle Kaif) તેની ખુશી વ્યક્ત કરી અને તેના જીજાજી વિકી કૌશલનું પરિવારમાં સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ કપલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા હતા.

કેટરિના કૈફ અને વિકી કૌશલ નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નગ્રંથિમાં જોડાયા હતા. ઇઝાબેલ કૈફે તેના ઇન્સ્ટાગ્રામ (Instagram Account) પર નવપરિણીત યુગલની તસવીર શેર કરતા કેપ્શન લખ્યું- “ગઈકાલે મને એક ભાઈ મળ્યો. અમારા ક્રેઝી પરિવારમાં આપનું સ્વાગત છે. અમે એટલા લકી ન હતા કે તમે અમારા નસીબમાં હોય…… તમને બંનેને દુનિયાભરની ખુશી અને પ્રેમ મળે.”

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

જુઓ વાયરલ પોસ્ટ

વિકીના ભાઈએ આ રીતે કેટરીનાનું કર્યુ સ્વાગત

બોલિવૂડની અનેક હસ્તીઓએ નવવિવાહિત કપલને શુભેચ્છા પાઠવી હતી. તાજેતરમાં, વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલે (Sunny Kaushal) કેટરીનાનું પરિવારમાં સ્વાગત કર્યું છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર વિકી અને કેટરીનાનો ફોટો શેર કરતા તેણે લખ્યું કે, “આજે મારા દિલમાં બીજી જગ્યા બની ગઈ છે. પરજાઈ જી પરિવારમાં આપનું સ્વાગત છે. તમને બંનેને સમગ્ર વિશ્વનો પ્રેમ અને ખુશીઓ મળે તેવી શુભેચ્છા”

 

વિકી અને કેટરિનાએ તેમના લગ્નની કેટલીક તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. લગ્નની તસવીરો શેર કરતાં વિકીએ લખ્યું, “અમારા દિલમાં રહેલો પ્રેમ અમને આ ક્ષણ સુધી લઈ આવ્યો છે. અમે સાથે મળીને એક નવી સફર શરૂ કરી રહ્યા છીએ. તે માટે આપ સૌના પ્રેમ અને આશીર્વાદની કામના કરીએ છીએ.”

 

આ પણ વાંચો : Photos : બ્લેક ડ્રેસમાં સાઉથ ક્વીન સામંથાએ વરસાવ્યો કહેર, જુઓ અભિનેત્રીનો કાતિલાના અંદાજ

આ પણ વાંચો : RRRનું ટ્રેલર રિલીઝ થયા બાદ બાહુબલી ફિલ્મ થઈ ટ્રેન્ડ, શું રામચરણ અને જુનિયર NTRની ફિલ્મ બાહુબલીને આપશે ટક્કર ?

Next Article