Katrina-Vicky Wedding Card: વિકી-કેટરિનાના લગ્નનું આમંત્રણ કાર્ડ આવ્યું સામે, ફોટો ઇન્ટરનેટ પર વાયરલ

|

Dec 08, 2021 | 9:53 PM

તમામ મહેમાનોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ લગ્નની વિધિમાં હાજરી આપતા પહેલા તેમના મોબાઈલ ફોન રૂમમાં છોડી દે અને સોશિયલ મીડિયા પર કોઈપણ ફોટા કે વીડિયો પોસ્ટ કરવાનું ટાળે.

Katrina-Vicky Wedding Card: વિકી-કેટરિનાના લગ્નનું આમંત્રણ કાર્ડ આવ્યું સામે, ફોટો ઇન્ટરનેટ પર વાયરલ
Katrina-Vicky Wedding Card

Follow us on

કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) લગ્ન પહેલા તેમના લગ્નના આમંત્રણ કાર્ડની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પ્રખ્યાત બોલિવૂડ કપલ આવતીકાલ 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ રિસોર્ટ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવા જઈ રહ્યું છે. લગ્નના આમંત્રણ કાર્ડ વિશે વાત કરીએ તો તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ તસવીર જોતા ખબર પડે છે કે કાર્ડને ખૂબ જ સુદર રીતે છાપવામાં આવ્યુ છે. નાજુક ફ્લોરલ બોર્ડર સાથે પેસ્ટલ પિંકમાં સુશોભિત, કેટરિના કૈફ અને વિકી કૌશલના નામ ગોલ્ડન શાહીથી છપાયેલા છે.

જો તમે આ કાર્ડને ધ્યાનથી જોશો તો તેના પર લખેલી વિગતો દર્શાવે છે કે તેને વિકી કૌશલના પરિવાર દ્વારા તેના નજીકના લોકોને મોકલવામાં આવ્યું છે. કારણ કે તેમાં લખ્યું છે, “શામ અને વીણા કૌશલ તમને મોહમ્મદ કૈફ અને સુસાન ટર્કોટની પુત્રી કેટરિના કૈફ સાથે તેમના પુત્ર વિકીના લગ્ન સમારોહમાં આમંત્રિત કરે છે.” લગ્નની તારીખ 9 ડિસેમ્બર છે અને કાર્ડમાં સિક્સ સેન્સ ફોર્ટ હોટેલ, રાજસ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

કેટરિના અને વિકી લગ્ન માટે ગયા અઠવાડિયે પોતપોતાના પરિવાર સાથે જયપુર ગયા હતા. મંગળવારે મહેંદીની વિધિ સાથે બંનેના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આ દંપતીનો હલ્દી સમારોહ આજે સવારે યોજાયો હતો, ત્યારબાદ આજે રાત્રે ફોર્ટ ખાતે એક ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં વિકી અને કેટરિનાના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સંગીતમાં કેટરિના કૈફ અને વિકી કૌશલનું ડાન્સ પરફોર્મન્સ પણ જોવા મળશે.

આ લગ્ન માટે ખાસ ભાંગડા ગૃપને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બુધવારે, કેટલાક મ્યુઝિકલ સ્ટાર્સ જેવા કે મંજ મ્યુઝિક, ભાંગડા જૂથ આરડીબીના ભૂતપૂર્વ સભ્ય, તેમની પત્ની નિંદી કૌર અને ડીજે ચેતસને જયપુર એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. તાજેતરમાં, વિકી અને કેટરિનાના વેડિંગ પ્લાનર્સ શાદી સ્ક્વોડ દ્વારા લગ્નમાં હાજર રહેલા મહેમાનોને આપવામાં આવેલી એક નોંધ પણ ચર્ચામાં આવી હતી, જેમાં તમામ મહેમાનોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ લગ્નની વિધિમાં હાજરી આપતા પહેલા તેમના મોબાઈલ ફોન રૂમમાં છોડી દે અને સોશિયલ મીડિયા પર કોઈપણ ફોટા કે વીડિયો પોસ્ટ કરવાનું ટાળે.

આ પણ વાંચો –

Vijay Hazare 2021: સૌરાષ્ટ્ર ટીમનો ઉત્તર પ્રદેશ સામે 32 રને વિજય મેળવ્યો, હાર્વિક દેસાઇનુ અર્ધશતક, ચિરાગ જાનીની 5 વિકેટ

આ પણ વાંચો –

Vijay Hazare 2021: જમ્મુ-કાશ્મીર સામે ગુજરાતનો 5 વિકેટે વિજય સાથે શરુઆત, ભાર્ગવ મેરાઇની અણનમ ફિફટી, ચેતન ગાજાની 4, હેમાંગ પટેલની 3 વિકેટ

 

Next Article