Vijay Hazare 2021: જમ્મુ-કાશ્મીર સામે ગુજરાતનો 5 વિકેટે વિજય સાથે શરુઆત, ભાર્ગવ મેરાઇની અણનમ ફિફટી, ચેતન ગાજાની 4, હેમાંગ પટેલની 3 વિકેટ

Vijay Hazare Trophy: ગુજરાતી ટીમના કેપ્ટન હેત પટેલે ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના અપનાવી હતી. જેમાં વિજેતા બનવાની સફળતા મેળવી હતી. રિપલ પટેલે 3 છગ્ગા જમાવ્યા હતા.

Vijay Hazare 2021: જમ્મુ-કાશ્મીર સામે ગુજરાતનો 5 વિકેટે વિજય સાથે શરુઆત, ભાર્ગવ મેરાઇની અણનમ ફિફટી, ચેતન ગાજાની 4, હેમાંગ પટેલની 3 વિકેટ
Gujarat vs J&K
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:47 PM

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2021) નો પ્રારંભ થઇ ચુક્યો છે. આ સાથે જ યુવા ખેલાડીઓને પોતાના ભવિષ્યને નિખારવાનો સુવર્ણ અવસર મળ્યો છે. આજે ગુજરાત અને જમ્મુ કાશ્મીર (Gujarat vs Jammu & Kashmir) વચ્ચે મુંબઇમાં મેચ રમાઇ હતી. ગૃપ-એ સ્ટેજની આ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભાર્ગવ મેરાઇ (Bhargav Merai ) શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. ગુજરાતના બોલર ચેતન ગાજા (Chintan Gaja) અને હેમાંગ પટેલ (Hemang Patel) ના આક્રમણ સામે કાશ્મિરી ટીમ માત્ર 171 રનનો સ્કોર કરીને સમેટાઇ ગઇ હતી. જવાબમાં ગુજરાતે 5 વિકેટ ગુમાવીને 172 રન કરી મેચ જીતી લીધી હતી.

ગુજરાતની ટીમના કેપ્ટન હેત પટેલે (Het Patel) ટોસ જીતીને રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી, જે યોજના સફળ નિવડી હતી. કાશ્મીરની ટીમ પત્તાના મહેલની માફક ધરાશયી થઇ હતી. જોકે 7 વિકેટ 87 રન પર ગુમાવ્યા બાદ પણ પરવેઝ રસૂલે ટીમના સ્કોર બોર્ડને ઉપર લઇ જવા લડાયક મૂડ જારી રાખી રાખ્યો હતો. તેના અર્ધશકતને પગલે ટીમે 150 પ્લસ સ્કોર કર્યો હતો. જે શરુઆતમાં ટીમ 100 ના સ્કોરની આસપાસ ઓલઆઉટ થઇ જાય એમ લાગી રહ્યુ હતુ.

રસૂલે 76 રન કર્યા હતા. જ્યારે ઓપનર વિવ્રંત શર્માએ 21 અને આકીબ નબીએ 27 રન કર્યા હતા. જેને લઇ ટીમ 42.1 ઓવર સુધીમાં 171 રનના સ્કોર પર પહોંચી શકી હતી. ગુજરાતના બોલરોની જબદરસ્ત બોલીગ સામે કાશ્મિરી બેટ્સમેનોએ ખરાબ શરુઆત કરી હતી અને રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ભાર્ગવનુ અર્ધશતક, રિપલના છગ્ગા

ગુજરાતની ટીમના ઓપનરોએ અપેક્ષા મુજબ રમત દર્શાવી નહોતી. ઓપનર ધ્રુવ રાવલ (9) અને કરણ પટેલ (18) બંને એ ઝડપ થી પેવેલિયનનો રસ્તો માપી લીધો હતો. ગુજરાતે પ્રથમ વિકેટ 16 રનના સ્કોર પર અને બીજી વિકેટ કરણના રુપમાં 36 રને ગુમાવી હતી. જોકે ભાર્ગવ મેરાઇ (57)એ શાનદાર રમત દર્શાવી હતી. તેણે પિચ પર લાંબો સમય પસાર કરવા સાથે ટીમની જીત સુધી રમત રમી હતી. તેણે કેપ્ટન હેત પટેલ (21) સાથે મળીને સ્કોર બોર્ડને આગળ ચલાવ્યુ હતુ. રાહુલ શાહ (11) રન આઉટ થયો હતો. તેના બાદ રિપલ પટેલે (33) રનની ઇનીંગ ધમાકેદાર રમી હતી. તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને જીતને ઝડપથી નજીક લાવી દીધી હતી. ગુજરાતે 36.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર કરી લીધુ હતુ. મેરાઇ અને પિયુષ ચાવલા (9) અણનમ રહ્યા હતા.

ગાજા બોલીંગમાં ગાજ્યો

ચેતન ગાજાએ કાશ્મીરની ઓપનીંગ જોડીને ઝડપભેર પોતાના શિકાર બનાવી દઇને મેચમાં ગુજરાતને હાવી કરવાનો માહોલ બનાવી દીધો હતો. તેણે હેનન નાઝિરને શાનદાર બોલ્ડ કર્યો હતો. 9 ઓવરમાં તેણે 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે હેમાંગ પટેલે 8 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રૂશ કાલરિયા, સિદ્ધાર્થ દેસાઇ અને પિયૂષ ચાવલાએ એ એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલીને વન ડે ફોર્મેટના કેપ્ટન પદે થી હટાવાયો, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપાઇ

આ પણ વાંચોઃ Virat kohli: વિરાટ કોહલીને વન ડે કેપ્ટન પદે થી કેમ હટાવ્યો, જાણો 4 મોટા કારણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">