
જે દિવસની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ આવી ગયો છે.છેલ્લા કેટલાક દિવસથી બોલિવુડની અભિનેત્રી કેટરિના કૈફે પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેટરિના ટુંક સમયમાં બાળકને જન્મ આપશે.બોલિવુડ સ્ટાર કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ચાહકોને સાથે આ ગુડ ન્યુઝ શેર કર્યા હતા. તેમણે પોસ્ટ કરી ગુડન્યુઝ આપ્યા કે , સ્ટાર કપલ ટુંક સમયમાં માતા-પિતા બનશે. એક ફોટો સામે આવ્યો છે. જેમાં કેટરિના અને વિક્કી કૌશલ જોવા મળી રહ્યા છે.
કેટરિના કૈફે હાથ જોડેલી ઈમોજી અને ઓમ કેપ્શનમાં લખ્યું છે. અમે અમારી લાઈફના સૌથી સુંદર અધ્યાયની શરુઆત કરવા જઈ રહ્યા છીએ.42 વર્ષની ઉંમરે બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફ માતા બનશે. તમને જણાવી દઈએ કે, વિક્કી કૌશલની ઉંમર 37 વર્ષ છે. ચાહકો બંન્ને સ્ટારને શુભકામના પણ પાઠવી રહ્યા છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલે 2021માં રાજસ્થાનના સુંદર સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા હતા. કેટરિના અને વિક્કીના લગ્નમાં નજીકના લોકો સામેલ થયા હતા. વિક્કી કૌશલ છેલ્લી વખત ફિલ્મ છાવામાં જોવા મળ્યો હતો. તો અભિનેત્રી કેટરિના કૈફ વિજય સેતુપતિની સાથે ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી.
કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો. કેટરીનાના પિતા મોહમ્મદ કૈફ કશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ છે. તેની માતા સુજૈન વકીલ અને ચેરિટી વર્કર છે.કેટરિનાએ બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તે ભારતની સૌથી મોંઘી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે,તેમનો પતિ વિક્કી કૌશલ પણ બોલિવુડમાં સફળ અભિનેતા છે તેમછતાં કેટરીના કૈફ પતિથી પણ વધુ પૈસાદાર છે.કેટરિના કૈફ વિકી કૌશલ કરતા 5 વર્ષ મોટી છે. કેટરિનાનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો, જ્યારે વિકીનો જન્મ 16 મે 1988ના રોજ થયો હતો. તો, કેટરિના હાલમાં 42 વર્ષની છે અને વિકી 37 વર્ષનો છે.
Published On - 1:03 pm, Tue, 23 September 25