
દેશના જાણીતા બિઝનેસમેન અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિં સંજય કપૂરનું ગુરુવારના રોજ હાર્ટ એટેકથી નિધન થયું છે. સંજય કપૂર પોલો રમવા માટે ઈંગ્લેન્ડના ગાર્ડસ પોલો ક્લબમાં પોલો રમી રહ્યો હતો. અચાનક તેનું હાર્ટ એટેકથી નિધન થયું છે.મૃત્યુના થોડા કલાકો પહેલા, તેમણે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકના મોત પર શોક વ્યક્ત કર્યો હતો પછી અચાનક હાર્ટ એટેક આવ્યો, આ સંજય કપૂરની છેલ્લી પોસ્ટ છે. કહી શકાય કે, આ પોસ્ટ સંજય કપૂરના લાઈફની છેલ્લી પોસ્ટ હતી. આ પોસ્ટમાં સંજય કપૂરે લખ્યું હતું કે, અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાના સમાચાર ખુબ દુખદ છે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તમામ પરિવાર સાથે છે. ભગવાન તેમને આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં શક્તિ આપે.
Terrible news of the tragic Air India crash in Ahmedabad. My thoughts and prayers are with all the families affected. May they find strength in this difficult hour. #planecrash
— Sunjay Kapur (@sunjaykapur) June 12, 2025
તમને જણાવી દઈએ કે, સંજય કપુર દેશના જાણીતા બિઝનેસમેન હતા અને ઓટોમોબાઈલ સાથે સંક્રાયેલા હતા.સોના કોમસ્ટાર નામની ઓટોમોબાઈલ કંપનીના નોન એગ્ઝીક્યુટિવ ચેરમેન પણ હતા. સંજય દેશના મોટો ઉદ્યોગપતિ ડો સુરિંદર કપૂરનો દીકરો હતો. તેમણે કંપનીને ગ્લોબલ સ્કેલ પર પહોંચાવવા માટે મહત્વનો રોલ નિભાવ્યો છે. સંજય ભારતના ઓટોમોટિવ કંપોનેટ મેન્યુફેકચરીંગ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. સંજય અને કરિશ્મા કપૂરના વર્ષ 2003માં લગ્ન થયા હતા. 2005માં કરિશ્માએ દીકરીને જન્મ આપ્યો હતો. 2011માં પુત્રને જન્મ આપ્યો હતો. 2014માં બંન્ને આપસી સમંતિથી અલગ થવાનો નિર્ણ લીધો હતો.
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્નના થોડા વર્ષો પછી, બંને વચ્ચે ઘણો મતભેદ થયો હતો. બે બાળકો થયા પછી, બંને વચ્ચે ઝઘડો થયો હતો અને થોડા વર્ષો પછી બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, છૂટાછેડાને લઈને બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો.કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974ના રોજ મુંબઈમાં અભિનેતા રણધીર કપૂર અને બબીતાને ત્યાં થયો હતો. તેમની નાની બહેન, કરીના કપૂર, એક ફિલ્મ અભિનેત્રી છે જે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરે છે.તેમના દાદા અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજ કપૂર હતા, જ્યારે તેમના નાના અભિનેતા હરિ શિવદાસાની હતા. અભિનેતા ઋષિ કપૂર અને રાજીવ કપૂર તેમના કાકા છે, જ્યારે અભિનેત્રી નીતુ સિંહ તેમના કાકી છે. તેમના પિતરાઈ ભાઈઓ અભિનેતા રણબીર કપૂર અને ઉદ્યોગપતિ નિખિલ નંદા છે.
Published On - 9:44 am, Fri, 13 June 25