Kareena Kapoorએ આ રીતે Aamir Khanને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, શેર કર્યો ‘Lal Singh Chaddha’નો નવો લુક

|

Mar 14, 2021 | 6:51 PM

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને આમિર ખાન (Aamir Khan) ટૂંક સમયમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. બંનેની ઓન સ્ક્રીનની સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ સારી કેમેસ્ટ્રી છે.

Kareena Kapoorએ આ રીતે Aamir Khanને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, શેર કર્યો Lal Singh Chaddhaનો નવો લુક
Aamir Khan and Kareena Kapoor

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને આમિર ખાન (Aamir Khan) ટૂંક સમયમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. બંનેની ઓન સ્ક્રીનની સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ સારી કેમેસ્ટ્રી છે. આવી સ્થિતિમાં રવિવારે કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) આમિર ખાનના 56માં જન્મદિવસ (Aamir Khan Birthday) પર તેમના ફેન્સને એક સરપ્રાઈઝ આપી છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કરીનાએ સરપ્રાઈઝ આપી

કરિના કપૂર ખાને તેમના ‘લાલ સિંહ ચઢ્ઢા’ સહ-અભિનેતા આમિર ખાનને તેમના 56માં જન્મદિવસ પર ખૂબ જ અલગ શૈલીમાં અભિનંદન પાઠવ્યા છે. આ પ્રસંગે તેમણે ફિલ્મના મિસ્ટર પરફેક્શનિસ્ટનો નવો લુક શેર કર્યો છે. આ લુક દેખાતાની સાથે જ તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

 

કરીનાએ આમિરને કહ્યું- ‘મેરે લાલ’

કરીનાએ ફિલ્મમાંથી આમિરખાનની ન જોઈ તેવી તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું, ‘હેપ્પી બર્થડે મેરે લાલ, તમારા જેવું બીજું કોઈ નથી. હું રાહ નથી જોઈ શકતી કે લોકો આ ફિલ્મમાં તમારો જાદુ ક્યારે જોશે.

 

આમિરનો લુક કેવો છે

આ ફોટોમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ પાઘડીવાળા લૂક અને લાંબી દાઢીમાં જોવા મળી રહ્યા છે, તે ખુશીથી હસતા જોવા મળી રહ્યા છે. તેમના ગળા પર એક ટેપ પડેલી દેખાય છે. તેઓ ખુરશી પર બેઠા છે અને તેમનું સ્મિત ખૂબ આકર્ષક લાગે છે.

 

 

 

9 વર્ષ પછી સાથે આવ્યા કરીના-આમિર

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન અને કરીના કપૂર ખાન નવ વર્ષ પછી સાથે ફરી મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. આમિર અને કરીના ‘3 ઈડિઅટ્સ’ અને ‘તલાશ’ પછી મોટા પડદા પર સાથે ફરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Anushka Sharmaનો બદલ્યો અંદાજ, એક સુંદર ફોટો શેર કરતાં તેમણે પોતાને કહ્યું ‘લાઈટ કૈચર’

Next Article