Breaking News : કપિલ શર્માના કેનેડા કાફેમાં બીજી વખત ફાયરિંગ, મુંબઈમાં આવેલા ઘરની સુરક્ષા વધારવામાં આવી

કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ થયું છે. ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ફાયરિંગની જવાબદારી લીધી છે. આ ઘટના બાદ કપિલ શર્માના મુંબઈના ઘરની પણ સુરક્ષા વધારવામાં આવી છે.

Breaking News : કપિલ શર્માના કેનેડા કાફેમાં બીજી વખત ફાયરિંગ, મુંબઈમાં આવેલા ઘરની સુરક્ષા વધારવામાં આવી
| Updated on: Aug 08, 2025 | 12:10 PM

કેનેડામાં ફેમસ કોમેડિયન કપિલ શર્માના કેફે કૈપ્સ કાફે પર ફરી એક વખત ગોળીબાર થયો છે. કારણાં આવેલા લોકોએ કાપે પર ફાયરિંગ કર્યું હતુ. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ બીજી વખત છે કે, કપિલ શર્માના કેફે પર ગોળીબારની ઘટના સામે આવી છે. આ પહેલા 10 દુલાઈના રોજ ફાયરિંગ થયું હતુ. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ગોળીબારની જવાબદારી લોરેન્સ ગેંગ અને ગોલ્ડી ઢિલ્લને લીધી છે.

બીજી વખત ફાયરિંગ

કેનેડાના સરેમાં કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલી બીજી ગોળીબારની ઘટનાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ઘટનાની જવાબદારી લીધી છે. બીજી ગોળીબારની ઘટનાએ કપિલ શર્માને પરેશાન કર્યા છે. જોકે, હુમલા પાછળના ઘણા કારણો સામે આવી રહ્યા છે.કેનેડામાં કપિલ શર્માના કાફે પર બીજી વખત ફાયરિંગ થયું છે. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજુ સુધી કોઈ ઘાયલ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગેંગસ્ટરનો પ્લાન કોઈને મારવાનો નહી પરંતુ કપિલ શર્માને ડરાવવાનો છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, અભિનેતા અને ફેમસ કોમેડિયન કપિલ શર્મા શા માટે નિશાના પર છે? વિવિધ ભારતીય સુરક્ષા એજન્સીઓએ આની તપાસ કરી છે અને કપિલ શર્માને લોરેન્સ ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા તેના ઘણા કારણો સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ, કપિલ શર્માને મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. જરૂર પડ્યે તેમની સુરક્ષા વધારી શકાશે.

શું લોરેન્સ શીખ ધર્મ પર કરવામાં આવેલી ટિપ્પણીથી ગુસ્સે છે?

લોરેન્સ ગેંગ અને તેમનું આખું કનેક્શન પંજાબનું છે. તાજેતરમાં કપિલ શર્માના શો કોમેડી નાઈટ વિથ કપિલ શર્મામાં એક સ્પર્ધકે ધર્મ પર રમૂજી ટિપ્પણી કરી હતી. આ પછી કપિલ શર્માને ધમકીઓ મળવા લાગી. આ પછી, લોરેન્સ અને તેમની અન્ય ગેંગ કપિલ શર્માને આ ટિપ્પણી માટે માત્ર ધમકી જ નહીં, પણ કેનેડામાં તેમના કેપ્સ કાફે પર ગોળીબાર પણ કર્યો છે.

કપિલ શર્મા સલમાન ખાનની ખૂબ નજીક

છેલ્લા કેટલાક વર્ષોમાં, અભિનેતા અને કપિલ શર્મા સલમાન ખાનની ખૂબ નજીક આવી ગયા છે. તેમની ગણતરી સલમાનના નજીકના મિત્રોમાં થાય છે. આ જ વાત લોરેન્સ ગેંગ અને એલાયન્સને પરેશાન કરી રહી છે અને કપિલ શર્માને નિશાન બનાવીને, લોરેન્સ ગેંગ સલમાનના બાકીના નજીકના મિત્રોને ચેતવણી આપવા માંગે છે.

 કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ફરી ગોળીબાર, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Published On - 12:01 pm, Fri, 8 August 25