નાની ઉંમરમાં લગ્ન, બાળકો અને છૂટાછેડાને લઈને KANIKA KAPOORએ કરીને ખુલ્લીને વાત

નાની ઉંમરમાં લગ્ન, બાળકો અને છૂટાછેડાને લઈને KANIKA KAPOORએ કરીને ખુલ્લીને વાત

બેબી ડોલ(BABY DOLL) ગીતથી હિટ થનારી કનિકા કપૂરએ(KANIKA KAPOOR) ઇન્ડસ્ટ્રીઝમાં બહુજ હિટ ગીત આપ્યા છે. જેમાં બેબી ડોલ અને લવલી જેવા ગીત પણ સામેલ છે. સેલિબ્રિટીમાં સૌથી પહેલા કનિકા કપૂર કોરોનાની(CORONA) ઝપેટે આવી હતી.

Charmi Katira

| Edited By: Pinak Shukla

Feb 10, 2021 | 11:06 AM

બેબી ડોલ(BABY DOLL) ગીતથી હિટ થનારી કનિકા કપૂરએ(KANIKA KAPOOR) ઇન્ડસ્ટ્રીઝમાં બહુજ હિટ ગીત આપ્યા છે. જેમાં બેબી ડોલ અને લવલી જેવા ગીત પણ સામેલ છે. સેલિબ્રિટીમાં સૌથી પહેલા કનિકા કપૂર કોરોનાની(CORONA) ઝપેટે આવી હતી.

રાજીવ કપૂર અને પૂનમ કપૂરની પુત્રી કનિકાએ લખનઉના ભટખંડે મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાંથી મ્યુઝિકની ડિગ્રી મેળવી હતી. કનિકાએ ત્રણ બાળકો છે. કનિકા કપૂરે વર્ષ 1997માં એનઆરઆઈ રાજ ચાંડોક સાથે લગ્ન કર્યા હતા. આ સમયે કનિકા ફક્ત 18 વર્ષની હતી. કનિકાએ લગ્નના 15 વર્ષ બાદ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. કનિકા પતિ સાથે ખુબસુરત જિંદગી જીવી રહી હતી પરંતુ લગ્નના પ્રેમ અને ઈજ્જત ના હતી. કનિકાને 2 દીકરીઓ અને એક દીકરો છે.

એક ઇન્ટરવ્યૂના સવાલમાં જણાવ્યું હતું કે, જો કનિકાએ લગ્ન ન કર્યા હોત, તો ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ સફળ હોત ? કનિકાએ કહ્યું, “મને ખબર નથી, ત્યારે હું 16 વર્ષની હતી, મુંબઈ આવીને પ્રયત્ન કર્યો.”હું ઘણી વાર બહાર ઘણી વાર જીવનમાં જે થવાનું હોય છે તે થઇ ને જ રહે છે. મને કોઈ પસ્તાવો નથી. હું બસ શાંત રહી અને મજબૂત માણસ બની. બેબી ડોલ ગીત હિટ થયા બાદની જર્ની કેવી રહી ? આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, મને લાગે સીગે જે, બેબી ડોલ ગીત અમારા માટે લકી સાબિત થયું છે. આ ગીત પોતાનામાં જ પૂરું થાય છે. ગીતના લેખક, કંપની અને એક્ટ્રેસ શાનદાર રહ્યા છે. ટીમના કારણે જ આ ગીત હિટ રહ્યું છે. સાચું કહું તો હું જયારે લંડનમાં હતી ત્યારે હું જાણતી ના હતી કે, હું બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો બનીશ.

મને અચાનક એકતા કપૂરની ઓફિસથી ફોન આવ્યો અને કહ્યું કે અમે તમારો અવાજ એક ગીતમાં લેવા માંગીએ છીએ. હું ભારત પહોંચી અને ચાર દિવસ પછી પાછી લંડન ગઈ હતી. આ ગીત 7-8 મહિના પછી રિલીઝ થયું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ ગીત આવું હિટ બનશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati