Kangana Ranautએ મહારાષ્ટ્ર સરકાર પર આ કારણે ફરી રોષ વ્યક્ત કર્યો, Aamir Khanના આ નિવેદનનો ઉલ્લેખ કરીને સાધ્યુ નિશાન

|

Jun 16, 2021 | 11:34 PM

છેલ્લા કેટલાક દિવસોમાં કંગના રનૌત ઘણા વિવાદોમાં આવી છે, જેના કારણે તેની સામે ઘણા કેસો નોંધાયા છે. આ અભિનેત્રી સામે બાંદ્રા પોલીસ દ્વારા રાજદ્રોહ અને ઈરાદાપૂર્વક નફરત ફેલાવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

Kangana Ranautએ મહારાષ્ટ્ર સરકાર પર આ કારણે ફરી રોષ વ્યક્ત કર્યો, Aamir Khanના આ નિવેદનનો ઉલ્લેખ કરીને સાધ્યુ નિશાન
Kangana Ranaut

Follow us on

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આ દિવસોમાં તેમના પાસપોર્ટ રીન્યુઅલને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આને લઈને સોમવારે તેમણે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી, ત્યારપછી કોર્ટે આગામી સુનાવણી માટે 25  તારીખ આપી છે. તે જ સમયે, પાસપોર્ટ રિન્યૂ ન થવા બદલ કંગના રનૌતે હવે મહારાષ્ટ્ર સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો છે.

 

છેલ્લા કેટલાક દિવસોમાં કંગના રનૌત ઘણા વિવાદોમાં આવી છે, જેના કારણે તેની સામે ઘણા કેસો નોંધાયા છે. આ અભિનેત્રી સામે બાંદ્રા પોલીસ દ્વારા રાજદ્રોહ અને ઈરાદાપૂર્વક નફરત ફેલાવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રિજનલ પાસપોર્ટ ઓફિસે કંગના રનૌતનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ અંગે હવે કંગના રનૌતે તેમની કુ એપ દ્વારા આ અંગે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે કુ એપ્લિકેશન પર લખ્યું, ‘મહાવિનાશકારી સરકારે (મહારાષ્ટ્ર સરકાર) મારા પર છૂપો ત્રાસ ફરીથી શરૂ કરી દીધો છે, પાસપોર્ટ રિન્યુઅલ માટેની મારી વિનંતીને નકારી કાઢવામાં આવી છે કારણ કે મુનવ્વર અલી સૈયદ નામના એક રસ્તાના રોમિયોએ મારા પર રાજદ્રોહનો કેસ દર્જ કર્યો હતો. આ એફઆઈઆરના કારણે કોર્ટે પાસપોર્ટ માટેની મારી વિનંતીને નકારી કાઢી.

 

કંગના રનૌત અહીં રોકાઈ ન હતી, તેમણે પોતાની વાત પુરી કરવા માટે આમિર ખાનના નિવેદનનો આશરો લીધો. અભિનેત્રીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘જ્યારે આમિર ખાને ભારતને અસહિષ્ણુ ગણાવીને ભાજપ સરકારને નારાજ કરી હતી, ત્યારે કોઈએ તેમનો પાસપોર્ટ પાછો લીધો ન હતો. તેમની ફિલ્મો અથવા શૂટિંગ કોઈ પણ રીતે ન રોક્યું કે ન પરેશાન કર્યાં. સોશિયલ મીડિયા પર કંગના રનૌતની આ બંને પોસ્ટ વાયરલ થઈ રહી છે.

 

 

આપને જણાવી દઈએ કે કંગના રનૌત અને તેમની બહેન રંગોલી ચંદેલ સામે સોશિયલ મીડિયા દ્વારા સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો, અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટ્વીટ્સ અને ઈન્ટરવ્યુમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના આરોપને લઈને બાંદ્રા પોલીસે એફ.આઈ.આર દર્જ કરી છે. તે જ સમયે આ મામલાની સુનાવણી જસ્ટિસ એસ.એસ. શિંદે અને મનીષ પિટાલેની ડિવિઝન બેંચ દ્વારા કરવામાં આવી રહી છે.

 

ગયા વર્ષે ઓક્ટોબરમાં કંગના રનૌત અને તેમની બહેન રંગોલી વિરુદ્ધ બાંદ્રા પોલીસે કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર મુનાવ્વર અલી સૈયદની ફરિયાદ પર એફ.આઈ.આર નોંધી હતી. બાન્દ્રા પોલીસે કંગના અને તેમની બહેન વિરુદ્ધ આઈપીસીની ધારા 153 A (ધર્મ અને નસ્લનાં આધારે દુશ્મનીને બઢાવો દેવો), 295 A (જાણી જોઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) અને 124 A (રાજદ્રોહ) હેઠળ એફ.આઈ.આર નોંધી છે.

Next Article