Kangana Ranaut-રંગોલી ચંદેલની મુશ્કેલી ફરી વધી, મુંબઈ પોલીસે દાખલ કર્યા વધુ કેસો

|

Mar 14, 2021 | 12:09 PM

મુંબઇ પોલીસે કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ સહિત 4 લોકો સામે વિશ્વાસઘાત, ધોખાધડી અને કોપિરાઇટ નિયમોના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

Kangana Ranaut-રંગોલી ચંદેલની મુશ્કેલી ફરી વધી, મુંબઈ પોલીસે દાખલ કર્યા વધુ કેસો
Kangana Ranaut, Rangoli Chandel

Follow us on

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને તેમની બહેન રંગોલી ચાંદેલ (Rangoli Chandel) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મુંબઇ પોલીસે કંગના રનૌત, રંગોલી ચાંદેલ સાથે કુલ 4 લોકોની સામે વિશ્વાસધાત, ધોખાધડી અને કોપિરાઇટ નિયમોના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. બાંદ્રા કોર્ટના આદેશ બાદ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. કંગના અને રંગોલી સિવાય અન્ય બે જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે છે કમલકુમાર જૈન અને અક્ષય રાણાવત છે.

ખાર પોલીસ મથકના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર ગજાનન કાબ્દુલેએ કેસ નોંધવાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ બાદ અમે કંગના સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં કંગનાની સાથે ચારેયને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

મુંબઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, Didda the Warrior Queen of Kashmir ના લેખક આશિષ કૌલે થોડા દિવસો પહેલા જ તેમના પુસ્તકની વાર્તા કંગના રનૌતને મેલ કરી હતી. આશિષએ મેલ કર્યાનાં થોડા દિવસો પછી, કંગનાએ તે જ પુસ્તકની કેટલીક સામગ્રી સાથે લેખકની પરવાનગી વીના ફિલ્મ બનાવવાની જાહેરાત કરી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

મળતી માહિતી મુજબ કંગનાએ આ જાહેરાત આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી હતી. આશિષ કૌલે આ મુદ્દે બાંદ્રા મેટ્રોપોલિટન કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને કંગના રનૌત, રંગોલી ચાંદેલ, કમલકુમાર જૈન અને અક્ષય રાણાવત સામે ફરિયાદ નોંધાવી હતી. આશિષની આ ફરિયાદની સુનાવણી પર બાંદ્રા મેટ્રોપોલિટન કોર્ટે તમામ તથ્યો સાંભળીને મુંબઈ પોલીસને આ કેસમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ આદેશ બાદ મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 406,415,418,34,120 (બી) અને કોપીરાઇટ એક્ટ 51,63 અને 66 એ હેઠળ કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં મુંબઈ પોલીસ આ મામલે પૂછપરછ માટે કંગના અને રંગોલી સહિત ચારેયને સમન્સ આપી શકે છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા પણ કંગના અને તેમની બહેન વિરુદ્ધ સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં નફરત ફેલાવવા બદલ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ પણ બાંદ્રા કોર્ટના આદેશ બાદ જ નોંધવામાં આવ્યો હતો, જેની મુંબઇ પોલીસ જ તપાસ કરી રહી છે.

Next Article