Tejas માટે સેનાની ટ્રેનીંગ લઈ રહી છે કંગના રનૌત, ચાહકો સાથે શેર કરી એક ઝલક

|

Mar 05, 2021 | 2:08 PM

કંગના તેની આગામી ફિલ્મ તેજસનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં કંગના ભારતીય વાયુ સેનાના અધિકારીની ભૂમિકા ભજવશે. ફિલ્મના સેટ પરથી અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સૈન્યની ટ્રેઈનીંગ લેતી જોવા મળી રહી છે.

Tejas માટે સેનાની ટ્રેનીંગ લઈ રહી છે કંગના રનૌત, ચાહકો સાથે શેર કરી એક ઝલક
kangana ranaut

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ તેની ઘણી ફિલ્મ્સના કારણે ચર્ચામાં છે. આ વર્ષે તે ઘણી ફિલ્મોમાં નજરે પડનાર છે, જેમાંથી એક છે ‘તેજસ’. આ દિવસોમાં કંગના રનૌત તેની આગામી ફિલ્મ તેજસનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં કંગના ભારતીય વાયુ સેનાના અધિકારીની ભૂમિકા ભજવશે. ફિલ્મના સેટ પરથી અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સૈન્યની ટ્રેઈનીંગ લેતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ તેમના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે, તે ‘તેજસ’ માટે આર્મીની ટ્રેનીંગ લઈ રહી છે. વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘ઈર્ષાળુ કરચલા હંમેશા આપણને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશે. પરંતુ આપણે ઉપર વધુ ઉપર ઉઠવું પડશે! # Tejas આર્મી તાલીમ પછી. તેજસનું દિગ્દર્શન Sarvesh Mewara કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

થોડા દિવસો પહેલા અભિનેત્રીએ ફિલ્મમાં તેના યુનિફોર્મનો ફોટો શેર કર્યો હતો, જેના પર લખ્યું હતું ‘TEJAS GILL’. યુનિફોર્મનો ફોટો શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હું તેજસમાં એક શીખ સૈનિકની ભૂમિકા નિભાવી રહી છું.’

તમને જણાવી દઈએ કે ‘તેજસ’ સિવાય કંગના ‘ધાકડ’ અને ‘થલાઈવી’માં પણ જોવા મળશે. તાજેતરમાં જ કંગનાએ થલાઈવીની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં કંગના જયલલિતાની ભૂમિકા ભજવશે.

Next Article