
સલમાન ખાન, માધુરી દીક્ષિત, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાહ્નવી કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને સારા અલી ખાન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. સલમાન અને રણવીર સિંહે બેક ટુ બેક ગીતો પર પણ પરફોર્મ કર્યું હતું. સલમાને રાધિકા અને અનંતના સંગીતમાં વિકી કૌશલ સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.

જસ્ટિન બીબરે તેના ઘણા હિટ ગીતો પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 'બેબી', 'લવ યોરસેલ્ફ', 'સોરી' અને 'બેબી પીચીસ' જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું.

સંગીત સેરેમની દરમિયાન જસ્ટિન બીબરે રાજા અનંત અંબાણીને પોતાની તરફ ખેંચ્યા અને પછી ગળે લગાવ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, જસ્ટિન બીબરે રાધિકા અને અનંતના સંગીતમાં પરફોર્મ કરવા માટે 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયાની ફી લીધી હતી.