AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યાં ખોવાઈ ગઈ ‘જુમ્મા ચુમ્મા’ ગર્લ ? ફિલ્મોથી કેમ દૂર થઈ ગઈ આ જાણીતી અભિનેત્રી ? આજ-કાલ શું કરી રહી છે અને ક્યાં રહે છે ?

1985માં એક ફિલ્મ પ્લાન કરાઈ. તેને ડાયરેક્ટ કરવાના હતા બબ્બર સુભાષ નવી ફિલ્મ માટે તેમને નવા ચહેરાઓની શોધ હતી. એક દિવસ બબ્બર સુભાષને એક સિક્યુરિટી ગાર્ડ દેખાયો. કદ-બાંધો સારો હતો, થોડીક ફિટનેસની જરૂર હતી. તેમણએ આ યુવાનને સાથે લીધો અને ટ્રેનિંગ અપાવી. હવે આ યુવાન બબ્બર સુભાષના ટારઝન જેવો દેખાવા લાગ્યો. તેનું નામ હતું હેમંત […]

ક્યાં ખોવાઈ ગઈ ‘જુમ્મા ચુમ્મા’ ગર્લ ? ફિલ્મોથી કેમ દૂર થઈ ગઈ આ જાણીતી અભિનેત્રી ? આજ-કાલ શું કરી રહી છે અને ક્યાં રહે છે ?
Follow Us:
| Updated on: Jan 24, 2019 | 12:04 PM

1985માં એક ફિલ્મ પ્લાન કરાઈ. તેને ડાયરેક્ટ કરવાના હતા બબ્બર સુભાષ નવી ફિલ્મ માટે તેમને નવા ચહેરાઓની શોધ હતી.

ફિલ્મ ડાયરેક્ટર બબ્બર સુભાષ

ફિલ્મ ડાયરેક્ટર બબ્બર સુભાષ

એક દિવસ બબ્બર સુભાષને એક સિક્યુરિટી ગાર્ડ દેખાયો. કદ-બાંધો સારો હતો, થોડીક ફિટનેસની જરૂર હતી. તેમણએ આ યુવાનને સાથે લીધો અને ટ્રેનિંગ અપાવી.

હેમંત બિરજે

હેમંત બિરજે

હવે આ યુવાન બબ્બર સુભાષના ટારઝન જેવો દેખાવા લાગ્યો. તેનું નામ હતું હેમંત બિરજે. હવે પછીની શોધ હતી અપોઝિટ કાસ્ટની.

સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા

બબ્બર સુભાષને એક છોકરી વિશે જાણ થઈ કે જેણે 1985માં જ ‘પત્થર દિલ’ નામની ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતું. બબ્બર સુભાષે આ છોકરીને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરી અને ફિલ્મ તૈયાર થઈ ‘ધ એડવેંચર્સ ઑફ ટારઝન’

ફિલ્મ એવરેજ, હીરોઇન સુપર હિટ

‘ધ એડવેંચર્સ ઑફ ટારઝન’ ફિલ્મ તો ઠીક-ઠાક ચાલી, પણ ફિલ્મની હીરોઇન સુપર-ડુપર હિટ થઈ ગઈ. આ હીરોઇન બૉલીવુડમાં કિમી કાટકર તરીકે પ્રખઅયાત બની કે જે આજે પણ ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગર્લ તરીકે લોકોને યાદ છે.

11 ડિસેમ્બર, 1965માં જન્મેલી કિમીએ 17 વર્ષની વયે મૉડેલિંગ શરુ કર્યું. કિમી કાટકરે એવા સમયે ફિલ્મ જગતમાં પગલું મૂક્યું કે જ્યારે ફિલ્મોમાં હીરોઇનોને માત્ર રોમાંસ કરવા માટે લેવામાં આવતી હતી. ફિટનેસ અને સુંદરતાની બાબતમાં કિમી પરફેક્ટ હતી એટલે ફિલ્મો મળવા લાગી.

‘પત્થર દિલ’થી કૅરિયર શરુ કરનાર કિમી કાટકરે 7 વર્ષની કારકિર્દીમાં 50 નાની-મોટી ફિલ્મોમાં કામ કર્યું. તેમાં ‘મેરા લહૂ, ‘દરિયા દિલ’, ‘ગૈર કાનૂની’, ‘જૈસી કરની વૈસી ભરની’, ‘તકદીર કા તમાશા’, ‘હમ’, ‘જુલ્મ કી હકીકત’, ‘તેજા’, ‘ખૂન કા કર્જ઼’, ‘સરફિરા’નો સમાવેશ થાય છે.

સંજય સાથે અફૅરની ચર્ચા

કિમી કાટકર અને સંજય દત્તની જોડી રીલ અને રીયલ લાઇફ બંનેમાં જામી રહી હતી. બંને થોડાક સમય સાથે પણ રહ્યાં. જોકે બંનેના રિલેશન બહુ ગાઢ રહ્યા, પણ સંજયના જીવનમાં રૂચા શર્માની એન્ટ્રી થઈ અને સંજય-કિમીનો અધ્યાય સમાપ્ત થઈ ગયો.

‘હમ’થી નવી શરુઆત

પર્સનલ લાઇફમાં મુંઝવણો સામે ઝઝૂમતી કિમી કાટકરે ફરીથી ફિલ્મો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1991માં તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી. ફિલ્મનું ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ બહુ હિટ થયું અને કિમી કાટકર ફરી બૉલીવુડમાં છવાઈ ગઈ. પરંતુ બાદમાં કિમીએ જાતે જ ફિલ્મોથી દૂરી બનાવી અને ફિલ્મો ઓછી કરવા લાગી.

ફિલ્મ ક્ષેત્ર કેમ છોડ્યું ?

એક ઇંટરવ્યૂમાં કિમીએ જણાવ્યુ હતું, ‘મને તે બધું મળી ગયુ હતું કે જેના વિશે મેં ક્યારેય વિચાર્યુ નહોતું, પૈસા હતાં અને વધારામાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક પણ મળી ચુકી હતી. કોઈ એક્ટ્રેસને આનાથી વધુ શું જોઇએ.’ ‘હમ’ ફિલ્મ બાદ અચાનક કિમી સામે ફોટોગ્રાફર અને એડ ફિલ્મમેકર શાંતનુ શૌરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કિમીએ ઘર વસાવી લીધું. તેણે ફિલ્મ ક્ષેત્ર છોડી દિધું.

આજે શું કરી રહી છે કિમી ?

લગ્ન બાદ કિમી-શાંતનુને એક પુત્ર સિદ્ધાર્થ થયો. તેને કોઈ જીવલેણ બીમારી હતી. સારવાર માટે 2001માં કિમી સપરિવાર ઑસ્ટ્રેલિયા જતી રહી. તે માત્ર થોડાક સમય માટે જ ઑસ્ટ્રેલિયા ગઈ હતી, પરંતુ સારવાર લાંબી ચાલી અને ભારત આવવની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ. જોકે 2006માં કિમી ભારત સપરિવાર પરત આવી ગઈ. અહીં તેણે બૉલીવુડ અને ફિલ્મોથી દૂર પુણેમાં પોતાનું ઘર વસાવ્યું. આજે તે પરિવાર સાથે પુણેમાં જ રહે છે.

[yop_poll id=786]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">