જુબિન નૌતિયાલે ડેટિંગની અફવાઓનું ખંડન કર્યું, કહ્યું- ‘નિકિતા મારી ખૂબ જ પ્રિય…’

જુબિન નૌતિયાલનું (Jubin Nautiyal) તાજેતરમાં રિલીઝ થયેલું ગીત 'મસ્ત નજરો સે અલ્લાહ બચાયે' ખૂબ જ trending થઈ રહ્યું છે. આ ગીતે લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ ગીત આ દિવસોમાં ચાર્ટબસ્ટર બની રહ્યું છે.

જુબિન નૌતિયાલે ડેટિંગની અફવાઓનું ખંડન કર્યું, કહ્યું- 'નિકિતા મારી ખૂબ જ પ્રિય...'
Jubin & Nikita Dutta (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 17, 2022 | 11:02 PM

જુબિન નૌતિયાલ (Jubin Nautiyal) અને નિકિતા દત્તા (Nikita Dutta) વિશે ઘણા સમયથી મીડિયામાં અફવાઓ ચાલી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને બંનેએ ગુપ્ત રીતે સગાઈ (Nikita Dutta Engagement) પણ કરી લીધી છે. પરંતુ તે આ વાતને મીડિયામાં જાહેર કરવા માંગતો નથી. જો કે જુબિન આ અહેવાલો પર ભૂતકાળમાં ઘણી વખત પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યો છે, પરંતુ ફરી એકવાર તેણે આ સંબંધ વિશે થોડી વધુ માહિતી આપી છે અને કહ્યું છે કે બંનેનો સંબંધ માત્ર એક સારા મિત્ર તરીકેનો છે, આનાથી વધુ કંઈ જ નથી.

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જુબિને નિકિતા વિશે ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. એવી અટકળો છે કે બોલિવૂડ સિંગર જુબિન નૌતિયાલ અભિનેત્રી નિકિતા દત્તા સાથે ગંભીર સંબંધમાં છે. એક જાણીતા અંગેજી અખબારપાત્ર સાથેની વાતચીતમાં, તેમની ખાનગી સગાઈ વિશેની વાતોને ફગાવી દેતા, તેણે કહ્યું કે, આ બધી અફવાઓ છે. નિકિતા મારી ખૂબ જ પ્રિય મિત્ર છે.

‘રાતાન લંબિયા’ (શેરશાહ, 2021) ગાયકે એક વાતચીતમાં કહ્યું કે, આવી અટકળોએ નિકિતા સાથેના તેના સંબંધોને કેવી અસર કરી? આના પર તે કહે છે, બિલકુલ નહીં. તે એક અભિનેત્રી છે અને સમજે છે કે કેવી રીતે તેમના વિષે ખોટી માહિતી ફેલાવવામાં આવે છે.

સંબંધોની અફવાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધી

બીજી તરફ, નૌતિયાલ આવી અફવાઓથી ‘પ્રભાવિત’ થાય છે. 32 વર્ષીય સિંગર કહે છે, “જો હું મુંબઈનો છોકરો હોત તો નાનપણથી જ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે તેનાથી પરિચિત હોત, તો હું મારા અંગત જીવનને સાર્વજનિક કરવા માટે વધુ કન્ડિશન્ડ હોત.” ‘લૂટ ગયે’ સિંગર આગળ કહે છે કે, “હું એક નાના શહેરનો છોકરો છું. હું સંયુક્ત કુટુંબમાંથી આવું છું, જ્યાં સમાજ શું વિચારશે તે મુખ્ય વિચાર છે. બાળક તરીકે, અમને વ્યક્તિગત બાબતોને ઘરની અંદર રાખવાનું કહેવામાં આવ્યું છે.”

તે આગળ કહે છે કે, જો કે તેના માતા-પિતા અફવાઓથી બેફિકર રહ્યા હતા, પરંતુ તેણે તેના સંબંધીઓને સમજાવવામાં ઘણો સમય પસાર કરવો પડ્યો હતો કે તેણે નિકિતા દત્તા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી નથી. તે અસ્વસ્થ હતો, તેણે એવું કહ્યું, ‘અમને લગ્ન વિશે અખબારમાંથી ખબર પડી’. મારે તેમને કહેવું હતું કે તે માત્ર એક અફવા છે.

જુબિનને પૂછવામાં આવ્યું કે, શું તું લગ્ન કરવા માંગે છે ?? ત્યારે જુબિન નૌતિયાલ સંકેત આપ્યો કે, ”જ્યારે મેં મારી ઉંમર 30થી ઉપર વટાવી હતી, ત્યારે બધા મારી પાછળ હતા ક્યારે હું લગ્ન કરી રહ્યો છું. મને નથી લાગતું કે મારા જેવા વ્યક્તિના અતિ વ્યસ્ત શેડ્યૂલ સાથે આ ગમે ત્યારે જલ્દી થશે. હવે મારી કારકિર્દી પર ખરેખર સખત મહેનત કરવાનો સમય છે અને કદાચ થોડા વર્ષો પછી, હું કદાચ લગ્ન કરીશ..”

‘મસ્ત નજરોં સે અલ્લાહ બચાયે’ ગીતમાં બંને સાથે હતા

જુબિન નૌતિયાલનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત ‘મસ્ત નજરોં સે અલ્લાહ બચાયે’ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જુબિનના મધુર અવાજમાં ગવાયેલું આ ગીત નિકિતા દત્તા અને જુબિન પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં હિમાંશ કોહલી અને અનુષ્કા સેન પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો – શોકિંગ : રણબીર કપૂર-આલિયા ભટ્ટના થયા બીજીવાર લગ્ન, નોરા ફતેહી જોડાઈ લગ્નની જાનમાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati