ફાઇનલી…. જુબિન નૌતિયાલ અને નિકિતા દત્તા વચ્ચેના લગ્નનું રહસ્ય ખુલ્યું

બોલીવુડમાં તેના મખમલી અવાજ માટે મશહૂર ગાયક જુબિન નૌતિયાલ અને ટેલીવુડની જાણીતી અભિનેત્રી નિકિતા દત્તા આજકાલ તેમની સિક્રેટ રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં આ બંનેએ શૂટ કરેલો એક મ્યુઝીક વિડીયો આજે યુટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યો છે.

ફાઇનલી.... જુબિન નૌતિયાલ અને નિકિતા દત્તા વચ્ચેના લગ્નનું રહસ્ય ખુલ્યું
Jubin Nautiyal & Nikita Dutta Viral Marriage Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:35 PM

બોલીવુડના જાણીતા સિંગર જુબિન નૌતિયાલ (Jubin Nautiyal) અને ટેલીવુડની જાણીતી અભિનેત્રી નિકિતા દત્તા (Nikita Dutta) આજકાલ તેમની રિલેશનશિપને કારણે સતત ચર્ચામાં રહે છે. આ કથિત સ્ટાર કપલે તાજેતરમાં એક ગીત માટે સાથે શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ ગીતના શૂટિંગ દરમિયાન ગાયક જુબિન નૌતિયાલ અને નિકિતા દત્તા વચ્ચે લગ્ન કરી લેવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ પહેલા લોકપ્રિય સિંગર નેહા કક્કર (Neha Kakkar) પણ તેના એક ગીત માટે પોતાની પ્રેગ્નન્સીના સમાચારોથી ચર્ચામાં આવી ચુકી હતી.

અમે તમને જણાવી દઈએ કે, જુબિન નૌતિયાલ અને અભિનેત્રી નિકિતા દત્તાના લગ્નના સમાચાર થોડા દિવસો પહેલા મીડિયામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ બંને સેલિબ્રિટી ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરી શકે છે. આ સમાચારનું સત્ય હવે સામે આવ્યું છે. અત્યારે રિયલ લાઈફમાં લગ્નના સમાચાર અફવા સાબિત થયા છે, પરંતુ પડદા પર આ કપલે ચોક્કસપણે એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આજે રીલિઝ થયેલા તેમના એક ગીતમાં તમે જોઈ શકો છો કે, આ સ્ટાર કપલે લગ્ન કરી લીધા છે. આ ગીતનું શીર્ષક ‘મસ્ત નજરોં સે’ (Mast Nazron Se)  છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તે ગીત ગાયક જુબિન નૌતિયાલે તેના મધુર અવાજમાં ગાયું છે. આ ગીત આજે યૂટ્યૂબ પર રિલીઝ થયું છે, અને તેની સાથે તેને ખુબ જ સારા વ્યૂઝ પણ મળી રહ્યા છે. આનું કારણ છે આ ગીતની મધુર મેલોડી અને જુબિનનો ભાવપૂર્ણ અવાજ. આજે T-Series દ્વારા આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત સુંદર પરંપરાગત ભારતીય લગ્નની પૃષ્ઠભૂમિ પર શૂટ કરવામાં આવ્યું છે.

વાયરલ મ્યુઝીક વિડિયો અહીંયા જુઓ

તે ગીત ગાયક જુબિન નૌતિયાલે તેના મધુર અવાજમાં ગાયું છે. આ ગીત આજે યૂટ્યૂબ પર રિલીઝ થયું છે, અને તેની સાથે તેને ખુબ જ સારા વ્યૂઝ પણ મળી રહ્યા છે. આનું કારણ છે આ ગીતની મધુર મેલોડી અને જુબિનનો ભાવપૂર્ણ અવાજ. આજે T-Series દ્વારા આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત સુંદર પરંપરાગત ભારતીય લગ્નની પૃષ્ઠભૂમિ પર શૂટ કરવામાં આવ્યું છે.

Jubin Nautiyal & Nikita Dutta With Song Team Recent Image

Jubin Nautiyal & Nikita Dutta With Song Team Recent Image

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જુબિન અને નિકિતાની સાથે ટેલેન્ટેડ કલાકારો હિમાંશ કોહલી અને અનુષ્કા સેન પણ સેલિબ્રેશન કરતા જોવા મળે છે. આ ગીતની થીમને ધ્યાનમાં રાખીને, T-Seriesએ લગ્નના રિસેપ્શનના સેટઅપ પર આ ગીત લૉન્ચ ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું અને ત્યાં હાજર લોકો માટે ‘સ્માર્ટ ઇન્ડિયન વેર’નો ડ્રેસ કોડ રાખ્યો હતો.

ધમાકેદાર ઈવેન્ટમાં આ ગીત લોન્ચ કરવામાં આવ્યું

 જ્યારે જુબિન અને નિકિતાને સ્ટેજ પર આવવા માટે આ ઇવેન્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે પ્રેક્ષકોએ તેમની મોહક કેમેસ્ટ્રી અનુભવી હતી અને હાજર લોકોએ તેમને વધાવી લીધા હતા. આટલું જ નહીં, ઈવેન્ટમાં હાજર પ્રોડ્યુસર ભૂષણ કુમારે પણ જુબિન અને નિકિતા દત્તા તેમજ તમામ દર્શકો સાથે ખુબ જ ધમાલ મસ્તી કરી હતી જેને જોઈને બધા દંગ રહી ગયા હતા.

આ ઈવેન્ટમાં ભૂષણ કુમાર, જુબિન નૌતિયાલ, નિકિતા દત્તા, હિમાંશ કોહલી અને અનુષ્કા સેન સાથે રોચક કોહલી અને મનોજ મુન્તાશિર પણ હાજર રહયા હતા. આ ગ્રાન્ડ સોન્ગ લોન્ચિગ વખતે આદિત્ય દેવ, DOP સુનિલ પટેલ અને કોરિયોગ્રાફર ડેબો સુરેશ નાયર પણ જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જુબિન ત્યાં હાજર પ્રેક્ષકો માટે આ ગીતની ધૂન પર ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – ‘અંગુરી ભાભી’ લગ્ન તૂટી ગયા બાદ આજે 44 વર્ષે પણ રહી છે અપરિણીત

g clip-path="url(#clip0_868_265)">