Johnny Lever એ ‘ડોન્ટ ટચ મી’ ગીત પર ડાન્સ કર્યો, વીડિયો શેર કરીને લખી આ ખાસ વાત

|

Mar 04, 2021 | 8:36 PM

તાજેતરમાં, પ્રખ્યાત હાસ્ય કલાકાર જોની લીવર અને તેના બાળકોએ ડોન્ટ ટચ મી ગીત પર ડાન્સ કર્યો. તમે પણ જુઓ આ ફની વીડિયો

Johnny Lever એ ડોન્ટ ટચ મી ગીત પર ડાન્સ કર્યો, વીડિયો શેર કરીને લખી આ ખાસ વાત
Johnny Lever

Follow us on

બોલિવૂડના સારા કોમેડિયન વિશે વાત કરીએ તો, જોની લીવરનું નામ હંમેશાં બેસ્ટ કોમેડિયનની સૂચિમાં ટોચ પર ગણાય છે. જોની લિવર ભલે હવે ફિલ્મોમાં ઓછા દેખાવા લાગ્યા હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. જોની લીવર સિવાય તેમની પુત્રી જેમી લીવર અને દીકરો જેસી લીવર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

જોનીની પુત્રી જેમી પોતે એક સારી કોમેડિયન છે. હવે આ ત્રણેયનો એક શાનદાર અને મજેદાર ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેમની પુત્રી જેમી લીવર અને દીકરો જેસી લીવર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

તાજેતરમાં શેર કરેલા વીડિયોમાં જોની લીવર તેમના પુત્ર અને પુત્રી સાથે ‘ડોન્ટ ટચ મી’ ગીત પર ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જોનીએ વીડિયો શેર કરતી વખતે લખ્યું, ‘ડોંટ ટચ મી’. જ્યા સુધી તમે વૈકસીન લીધી ન હોય. જોની લીવરની તેમના બાળકો સાથે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં ડાન્સ કરવાની સાથે સાથે બીજી એક ખાસ વાત પણ જોવા મળી રહી છે, જોની વીડિયોમાં ખૂબ રમૂજી અભિવ્યક્તિ આપતા જોવા મળી રહ્યા છે.

જોની લીવરના બંને બાળકો તેમના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો પોસ્ટ કરતા રહે છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે ત્રણેય લોકો દર્શકોનું મનોરંજન કરવા માટે સાથે આવ્યા હતા. ચાહકો આ ડાન્સ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જોની લીવર છેલ્લે ડેવીડ ધવન દ્વારા નિર્દેશિત ફિલ્મ કુલી નંબર 1 માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વરુણ ધવન, સારા અલી ખાન અને પરેશ રાવલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.

Published On - 8:34 pm, Thu, 4 March 21

Next Article