Jennifer Lopez : જેનિફર લોપેઝે અભિનેતા બેન એફ્લેક સાથે ફરી સગાઈ કરી, જુઓ રિંગ સેરેમનીની ઝલક
Hollywood News : જેનિફરે( Jennifer Lopez Engagement) પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ફેન્સને કહ્યું કે તે તેની વેબસાઈટ પર એક મોટો ખુલાસો કરવા જઈ રહી છે. તે પછી તેણે તેની સત્તાવાર વેબસાઇટ પર તેની સગાઈના ફોટોગ્રાફ્સ અને વીડિયો શેર કર્યા છે.

હોલીવુડ અભિનેત્રી (Hollywood) અને સુપ્રસિદ્ધ ગાયિકા જેનિફર લોપેઝ (Jennifer Lopez) અને અભિનેતા બેન એફ્લેકે (Ben Affleck) ફરી સગાઈ કરી લીધી છે. ગાયિકાએ તેની સત્તાવાર વેબસાઇટ પર પુષ્ટિ કરી છે કે તેણીએ બેન એફલેક સાથેની સગાઈ તોડી નાખ્યાના લગભગ 18 વર્ષ પછી, 2021માં એકબીજાની ફરી નજીક આવ્યા હતા. આજે વર્ષ 2022માં તેઓએ ફરીથી સગાઈ કરી લીધી છે. 52 વર્ષીય લોપેઝે સૌપ્રથમ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર જાહેરાત કરી હતી. જેનિફર લોપેઝની વેબસાઈટ પર ચાહકોને શેર કરાયેલા સંદેશમાં ગાયિકાની તેની સગાઈની હીરાની વીંટીની પ્રશંસા કરતી ક્લિપનો સમાવેશ થાય છે.
પહેલા પણ તેમણે સગાઈ કરી હતી
View this post on Instagram
જેનિફર લોપેઝ અને 49 વર્ષીય બેન એફ્લેકે ફિલ્મ ગિગલીમાં અભિનય કર્યા પછી સૌપ્રથમ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર 2002માં તેમની પહેલીવાર સગાઈ થઈ હતી, પરંતુ લોપેઝે 2004ની શરૂઆતમાં સગાઈ તોડી નાખી અને 2004માં જૂનમાં ગાયક માર્ક એન્થની સાથે લગ્ન કર્યા હતા. 2008માં, આ સ્ટાર કપલને જોડિયા બાળકો, મેક્સ અને એમેનો જન્મ થયો હતો. એફ્લેકે 2005માં અભિનેત્રી જેનિફર ગાર્નર સાથે લગ્ન કર્યા અને તેમના 3 બાળકો છે.
જેનિફરે વિડિયો શેર કર્યો છે
જેનિફરે પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ફેન્સને કહ્યું કે તે તેની વેબસાઈટ પર એક મોટો ખુલાસો કરવા જઈ રહી છે. તે પછી તેણે તેની સત્તાવાર વેબસાઇટ પર તેની સગાઈના ફોટોગ્રાફ્સ અને વીડિયો શેર કર્યા હતા. આ વાયરલ વિડીયોમાં જેનિફરની આંખોમાં ખુશીના આંસુ જોઈ શકાય છે, અને તેની ચમકદાર રિંગ જોઈ શકાય છે.
જેનિફરની ડાયમંડ રિંગ છે ખાસ

jennifer lopez and ben affleck first engagement ring
ગયા વર્ષે આ સ્ટાર કપલ અમેરિકાના ટેક્સાસ શહેરમાં શિફ્ટ થયું હતું. જ્યાં બેને ભાડાનું મકાન લીધું હતું; અને જેનિફરના સ્વાગત માટે તેને તૈયાર કર્યું છે. આ પછી તેઓ બંને તેમની રિલેશનશિપમાં વધુ નજીક આવ્યા. બાદમાં બંનેએ નક્કી કર્યું કે તેઓ ફરીથી એકબીજાના બની જશે. જેને તેણે સગાઈના સારા સમાચાર તરીકે જાહેર કર્યા છે.
હવે બંનેના લોયલ ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે આ સ્ટાર કપલ ક્યારે લગ્નના બંધનમાં બંધાશે. જેનિફર લોપેઝ તેના અવાજ, તેના કાતિલ ડાન્સ મુવ્ઝ અને સિંગિંગ માટે આખી દુનિયામાં ફેમસ છે. વિશ્વભરમાં જેનિફરના કરોડો ફોલોઅર્સ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો