‘ગુંજન સક્સેના’ ફેમ અભિનત્રી જાહ્નવી કપૂર (Jahnvi Kapoor) તાજેતરમાં જ એક ભવ્ય સ્કાય-બ્લ્યુ બેકલેસ જમ્પસૂટ પહેરીને મુંબઈમાં (Mumbai) રેસ્ટોરન્ટમાં સ્પોટ થઇ હતી. તેની સાથે અનન્યા પાંડે (Ananya Pandey) પણ સફેદ પોશાક પહેરીને રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. જાહ્નવીનો આ લૂક જો કે, અમુક લોકોને પસંદ ના પડ્યો હોય તેમ, નેટીઝન્સે જાહ્નવીના પોશાક પર અનેક ટિપ્પણી કરી હતી અને તેણીને ‘પૂર્વની કિમ કાર્દાશિયન’ (Kim Kardashian) જેવા બિરુદો આપ્યા છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર દિવંગત સુપરસ્ટાર શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી છે.
તેણીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં 2018માં ઇશાન ખટ્ટર સાથે અભિનિત ફિલ્મ ‘ધડક’ સાથે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી જાન્હવીએ ઘોસ્ટ સ્ટોરીઝ, રૂહી, ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ અને અન્ય જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીની મૂવીઝ ઉપરાંત, તેણી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે.
View this post on Instagram
જાહ્નવી કપૂર તાજેતરમાં જ એક ભવ્ય સ્કાય-બ્લ્યુ બેકલેસ જમ્પસૂટ પહેરીને રેસ્ટોરન્ટમાં પહોંચતી જોવા મળી હતી. અનન્યા પાંડે પણ સફેદ પોશાક પહેરીને રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ અભિનેત્રી સફેદ ક્રોપ ટોપ અને સફેદ રિપ્ડ જીન્સ પહેરેલી જોવા મળી હતી.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભાયાનીએ જાહ્નવી અને અનન્યાની આઉટિંગની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી જાહન્વી કપૂર આ પૂર્વે પણ કિમ કાર્દાશિયનની કોપી કરવા માટે ખુબ જ ટ્રોલ થઇ હતી. અનેક લોકો સોશિયલ મીડિયા પર જાહન્વીને કિમની જેમ બોડી સર્જરી કરાવવા બદલ અને નેપો કિડ હોવા બાદલ તેની ખુબ જ ટીકા કરી હતી.
View this post on Instagram
ટૂંક જ સમયમાં, જાહ્નવી અને અનન્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ અને નેટીઝન્સે અભિનેત્રીના પોશાક પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું અને જાહ્નવીને તેણીની ડ્રેસિંગ સેન્સ માટે “કિમ કાર્દાશિયન” તરીકે ટેગ પણ કરી હતી. જેમાંથી એક યુઝરે કોમેન્ટ કરી કે, “ઈસ્ટની વન્ના બી કિમ કાર્દાશિયન”. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “ઈશાનની બંન્ને ગર્લફ્રેન્ડ એકસાથે, હવે અંદાજ લગાવો કે તેમની ચર્ચાનો વિષય શું છે”.
જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે, તે બંનેએ શાહિદ કપૂરના ભાઈ અને અભિનેતા ઈશાન ખટ્ટરને ડેટ કરી રહ્યા હોવાની અફવા હતી. 3 વર્ષ પછી અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરના બ્રેક-અપના અહેવાલો પછી બંને દિવાઓ ડેટ નાઈટ માટે સાથે જોવા મળ્યા હતા. સૂત્રોના અહેવાલ મુજબ, અનન્યા અને ઈશાને 3 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી એકબીજાથી અલગ પડ્યા હતા અને આ નિર્ણય પરસ્પર હતો. બંને આગળ જતાં સૌહાર્દપૂર્ણ રહેવાનું ચાલુ રાખશે.
View this post on Instagram
ઈશાન 2020ની ફિલ્મ ખાલી પીલીમાં અનન્યા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. તેણે તેની ડેબ્યુ ફિલ્મ ધડકમાં જાહ્નવી કપૂર સાથે પણ કામ કર્યું હતું અને તેમની કેમિસ્ટ્રી તેમના ચાહકોને પસંદ પડી હતી.
તેમની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, જાહ્નવી કપૂર પાસે ઘણા આગામી પ્રોજેક્ટ્સ છે. તેણી હવે પછી વરુણ ધવનની સામે બાવાલમાં અભિનય કરતી જોવા મળશે. ત્યારબાદ તેણી મિસ્ટર અને મિસિસ માહીમાં રાજકુમાર રાવ સાથે પણ જોવા મળશે. તેણીની આગામી ફિલ્મોમાં ગુડ લક જેરી અને દોસ્તાના 2 પણ સામેલ છે.
View this post on Instagram
બીજી તરફ અનન્યા આગામી ફિલ્મ લિગરમાં વિજય દેવેરાકોંડાની સાથે જોવા મળશે. અનન્યા ખો ગયે હમ કહાંમાં પણ કામ કરશે.
આ પણ વાંચો – New Film: વરુણ ધવન અને જ્હાનવી કપૂર પેરિસમાં ‘બવાલ’નું કરશે શૂટિંગ, જાણો સંપૂર્ણ વિગતો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો