Ishaan Khattar શેર કરી શર્ટલેસ તસ્વીરો, ભાભી મીરા રાજુપત કપૂરે કરી આ ટિપ્પણી

|

Apr 23, 2021 | 1:55 PM

બોલિવૂડ એક્ટર ઇશાન ખટ્ટર તેમની આગામી ફિલ્મ ફોન ભૂતને લઈને ઘણા ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શર્ટલેસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ચટ્ટાનો પર ચડતા જોવા મળી રહ્યા છે અને તેમના એબ્સ ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યો છે.

Ishaan Khattar શેર કરી શર્ટલેસ તસ્વીરો, ભાભી મીરા રાજુપત કપૂરે કરી આ ટિપ્પણી
Ishaan Khattar

Follow us on

બોલીવુડ અભિનેતા ઇશાન ખટ્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શર્ટ લેસના ફોટા શેર કર્યા છે, જેમાં તે એક્સરસાઇઝ અને એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર અભિનેતાની આ તસવીરો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “ચટ્ટાનને પ્રેમ કરો અને ચટ્ટાન તમને પ્રેમ કરશે.” ઇશાનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર તેમના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમની તસ્વીરોને અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકો પસંદ કરી ચૂક્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વળી, ઘણા બોલિવૂડ કલાકારો ફોટો પર કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસવીરો અંગેની ટિપ્પણી કરતાં તેમની ભાભી મીરા રાજપૂત કપૂરે લખ્યું, ‘યુ રોક.’ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ ચિત્રો પર ટિપ્પણી કરી છે, ‘મેરે મોગલી’, વળી, તેમની તસવીરો અંગે યુવરાજ ઠાકુર, અનુજસિંહ દૂહાન પણ ટિપ્પણી કરી ચૂક્યા છે.

 

 

તાજેતરમાં જ તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમની માતા નીલિમા અઝીમ ખીજાતી જોવા મળી રહી છે. આ ફની વીડિયોને એક્ટર દ્વારા તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ વર્સેઝ રિયાલિટી પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તેમની માતા નીલિમા અઝીમ તેમની સાથે દલીલ કરીને ચોકલેટ માંગી રહી છે અને યોગા કારવાની ના પાડી રહી છે.

વીડિયોમાં, આગળ તે તેમના મોટા પુત્ર શાહિદ કપૂર સાથે વાત કરવાનું કહે છે કે, ‘હું સાશાને કહીશ.’ આ પછી ઇશાન તેમને તેમના વજન વિશે પૂછે છે અને સમજાવે છે કે ચોકલેટ ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ‘

 

 

 

જો આપણે તેમના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ ગુરમીત સિંહના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ફોન ભૂતમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. ચાલો તમને જણાવી દઇએ કે અભિનેતા ઇશાન ખટ્ટરે બિયોન્ડ ધ ક્લાઉડ્સમાંથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ મૂવીમાં તેમના અભિનયને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ પછી તે ફિલ્મ ‘ધડક’ માં એક્ટ્રેસ જાનવી કપૂર સાથે જોવા મળ્યા હતા. જાનવીએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 

આ પણ વાંચો :- Sonu Sood: કોરોના પણ નથી ઝુકાવી શકતો સોનું સુદને, 6 દિવસથી ભટકતા મજૂરને હોસ્પિટલમાં અપાવ્યો બેડ

આ પણ વાંચો :- TMKOC Spoiler : ગોકુલધામના લોકોને મળ્યું મજેદાર સરપ્રાઈઝ, જોઈને બધાની આંખો ફાટી ગઈ

 

Next Article