સોનુ સૂદની નરો વા-કુંજરો વા નીતિ, કોના સમર્થનમાં કરી ટ્વિટ એમાં મોટું કન્ફયુઝન

સોનુ સૂદની નરો વા-કુંજરો વા નીતિ, કોના સમર્થનમાં કરી ટ્વિટ એમાં મોટું કન્ફયુઝન
સોનુ સૂદ

સોનુ સૂદે ટ્વિટમાં લખ્યું કે "જો તમે સાચાને ખોટું કહેશો તો ઊંઘ કઈ રીતે આવશે". લોકોનું માનવું છે કે સોનુંએ સરકાર અને બોલિવૂડના સાથીઓ પર કટાક્ષ કર્યો છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 05, 2021 | 11:54 AM

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન ચાલુ છે. ત્યારે બીજી તરફ ટ્વિટર વોરે જોર પકડ્યું છે. આ વોરમાં બોલીવૂડ અને હોલીવૂડના ઘણા સેલેબ્સ જોડાઈ ગયા છે. કેટલાક લોકો ખેડૂતના સમર્થનમાં બોલી રહ્યા છે, તો કેટલાક લોકો ખેડૂત વિરોધમાં સુર ઊંચા કરી રહ્યા છે. આ વોરમાં હવે ગરીબોના મસીહા સોનું સૂદ પણ જોડાઈ ગયા છે.

સોનુ સૂદે કર્યું ટ્વીટ સોનુ સૂદે ટ્વિટમાં લખ્યું કે “જો તમે સાચાને ખોટું કહેશો તો ઊંઘ કઈ રીતે આવશે”. લોકોનું માનવું છે કે સોનુંએ સરકાર અને બોલિવૂડના સાથીઓ પર કટાક્ષ કર્યો છે. અને સોનુની આ પોસ્ટ પર લગાતાર પ્રતિક્રિયાઓ આવી રહી છે. જો કે આ ટ્વિટથી કહી શકાય એમ નથી કે સોનુ કોના સમર્થનમાં બોલી રહ્યા છે. અને કોના વિરોધમાં. સોનુની આ નરોવા કુંજરોવા નીતિ પર લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.

સોનુ સૂદની ટ્વિટ પર સતત પ્રતિક્રિયા મળતી રહે છે એક યુઝરે સોનુ સૂદની ટ્વિટ પર લખ્યું કે, “તમે એકદમ સાચા છો”, તો કોઈએ લખ્યું છે કે “ભાઈ, ડરી કેમ રહ્યા છો, ખુલીને બોલો.” ત્યારે બીજા યુઝરે લખ્યું કે, ‘ખુલીને વાત કરો સર… તમારા મોંથી બે સ્વર સારા નથી લગતા …. કારણ કે સાચું તો સાચું છે અને ખોટું તો ખોટું, તમે હંમેશાં આવી વાત કરી પણ છે.’

જાહેર છે કે રિહાના, સમેત ઘણા હોલીવૂડના સેલેબ્સ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ માહોલ ગરમાયો છે. બોલીવૂડના ઘણા સ્તર સરકાર સમર્થનમાં આવ્યા છે તો કેટલાક ખેડૂત સમર્થનમાં.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati