AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયંકા અને નિક જોનાસ છૂટાછેડા લઈ રહ્યા છે ? પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી જોનાસ સરનેમ હટાવી

પ્રિયંકા અને નિકના લગ્ન 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે, જેમાં તેઓએ સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

પ્રિયંકા અને નિક જોનાસ છૂટાછેડા લઈ રહ્યા છે ? પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી જોનાસ સરનેમ હટાવી
Priyanka And Nick
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:05 PM
Share

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલિવૂડ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરતા જોવા મળે છે. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્નમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. આ અહેવાલો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચાર ત્યારે વાયરલ થયા જ્યારે પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઇલમાંથી નિક જોનાસની અટક હટાવી દીધી.

જો પ્રિયંકા અને નિક વચ્ચે બધુ બરાબર છે, તો શું થયું કે અભિનેત્રીને તેના નામની પાછળથી નિક જોનાસની અટક હટાવવી પડી? દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે તેના પાછળનું કારણ શું છે? તમને જણાવી દઈએ કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા જોનાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોનાસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જો કે, પ્રિયંકાએ જોનાસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ચાહકોને ચિંતામાં મુકી દીધા છે.

શું નિક અને પ્રિયંકા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે? પ્રિયંકાના આ પગલા પછી તેના અને નિક જોનાસના ચાહકોને એવું લાગવા લાગ્યું છે કે બંને છૂટાછેડા લેવાના છે ? જો કે, આ અહેવાલોને સાચા માનતા પહેલા, તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ ભલે તેના નામની પાછળ જોનાસને હટાવી દીધો હોય, પરંતુ પ્રિયંકા અને નિક હજુ પણ એક બીજાને Instagram પર ફોલો કરી રહ્યાં છે. જો બંને વચ્ચે કંઇક બરાબર ન હોય તો કદાચ બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા હોત.

હાલમાં, પ્રિયંકાએ તેની અટકમાંથી નિક જોનાસનું નામ શા માટે દૂર કર્યું છે તે અંગે કોઈ અભિપ્રાય બનાવવો ખૂબ જ વહેલું છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે, જેમાં તેઓએ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીનો ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું કે અમારા બંનેના પહેલા ઘરમાં અમારી પહેલી દિવાળી. આ દિવાળી હંમેશા ખાસ રહેશે. આ સાંજને આનંદમય બનાવવા બદલ આપ સૌનો આભાર.

આ પણ વાંચો : તમે પણ લગ્નમાં કંઈક નવા રંગનો લહેંગો પહેરવા ઈચ્છો છો તો ટ્રાય કરો અનુષ્કા રંજનનો લુક, જુઓ Photos

આ પણ વાંચો : Mumbai : અભિનેત્રી કંગના રનૌતના ઘરની બહાર વધારવામાં આવી સુરક્ષા, વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">