શુ Hrithik Roshanની પૂર્વ પત્ની sussanne khan અલી ગોનીના ભાઈ સાથે કરી રહી છે ડેટ ?

|

Mar 14, 2021 | 2:37 PM

સુઝાન ખાનના સંબંધની ચર્ચા બિગ બોસ 14 ના સ્પર્ધક અલી ગોનીના ભાઈ અરસલાન ગોની સાથે છે. એક અહેવાલ મુજબ સુઝાન અને આર્સલાન ખૂબ સારા મિત્રો છે અને એકબીજા સાથે સમય વિતાવે છે.

શુ Hrithik Roshanની પૂર્વ પત્ની sussanne khan અલી ગોનીના ભાઈ સાથે કરી રહી છે ડેટ ?
Hrithik Roshan, Sussanne khan

Follow us on

રિતિક રોશન અને સુઝાન ખાનના થોડા વર્ષો પહેલા છૂટાછેડા થયા હતા. જો કે, તે પછી પણ બંને વચ્ચે સારા સંબંધ છે. સુઝાન ઘણીવાર રિતિક સાથે સમય ગાળતી જોવા મળે છે અને બંને બાળકોની સાથે સંભાળ રાખે છે. એવા અહેવાલો હતા કે રિતિક અને સુઝાન ફરી મળી શકે છે, પરંતુ હવે બીજી કેટલીક ચર્ચાઓ પણ ચાલી રહી છે.

ખરેખર, સુઝાન ખાનના સંબંધની ચર્ચા બિગ બોસ 14 ના સ્પર્ધક અલી ગોનીના ભાઈ અરસલાન ગોની સાથે છે. એક અહેવાલ મુજબ સુઝાન અને અર્સલાન ખૂબ સારા મિત્રો છે અને એકબીજા સાથે સમય વિતાવે છે. એક સૂત્રએ જણાવ્યું છે કે છેલ્લા છ મહિનાથી વધુ સમયથી સુઝાન અને અર્સલાન એકબીજાને ઓળખે છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુઝાન અને અર્સલાન કેટલાક સામાન્ય મિત્રો દ્વારા મળ્યા હતા, જે ટીવીની દુનિયા સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા બંને વચ્ચે નિકટતા વધી છે. જો કે, તેમાંથી બંનેએ હજી કંઇ કહ્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમના બોડી લેંગ્વેજથી સ્પષ્ટ છે કે તેમના સંબંધો ફક્ત મિત્રતા કરતા વધારે છે.

અર્સલાન અને સુઝાન ટીવી ઉદ્યોગના સામાન્ય મિત્રો સાથે હેંગઆઉટ કરે છે. આ બંને ઘણી વાર સાથે ફરતા જોવા મળ્યા છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અર્સેલાને વર્ષ 2017 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ત્યાજ સુઝાન એ એક જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

જણાવી દઈએ કે વર્ષ 2014 માં રિતિક રોશન અને સુઝાન ખાનના છૂટાછેડા થયા હતા. વર્ષ 2000 માં બંનેના લગ્ન થયા હતા. છૂટાછેડા પછી પણ, બંને એક સાથે બાળકોને ઉછેરે છે. સુઝાન દરેક મુશ્કેલ ક્ષણમાં રિતિક સાથે જોવા મળી હતી. લોકડાઉન દરમિયાન સુઝાન પણ ઘણા સમયથી રિતિકના પરિવાર સાથે હતી.

Next Article