Irrfan Khan ની રિલીઝ ન થયેલી ફિલ્મ દુબઈ રિટર્ન, જાણો ક્યારે અને ક્યા જોઈ શકશો

|

Jul 03, 2021 | 3:55 PM

દુબઇ રિટર્ન 2005 ની ફિલ્મ છે. ઇરફાન અભિનીત ફિલ્મમાં તેમણે આફતાબ અંગ્રેઝ નામના ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ભટ્ટાચાર્યએ કર્યું હતું.

Irrfan Khan ની રિલીઝ ન થયેલી ફિલ્મ દુબઈ રિટર્ન, જાણો ક્યારે અને ક્યા જોઈ શકશો
Irrfan Khan

Follow us on

હિન્દી સિનેમાના એક સારા અભિનેતા દિવંગત ઇરફાન ખાન (Irrfan Khan) ની ફિલ્મ દુબઈ રિટર્ન યુ ટ્યુબ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ શકી નથી. ઇરફાનના પુત્ર બાબીલે આ માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે. બાબિલે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને માહિતી આપી હતી કે આ ફિલ્મ આજે 3 જુલાઈએ રિલીઝ થઈ છે. બાબિલની આ ઘોષણા બાદ ઇરફાનના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને તેમણે કમેન્ટ્સ દ્વારા પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

દુબઇ રિટર્ન 2005 ની ફિલ્મ છે. ઇરફાન અભિનીત ફિલ્મમાં તેમણે આફતાબ અંગ્રેઝ નામના ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ભટ્ટાચાર્યએ કર્યું હતું. આ ફિલ્મમાં ઇરફાન ઉપરાંત વિજય મૌર્ય, રઝાક ખાન અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

 


પોતાના પિતાની જેમ બાબિલ પણ અભિનેતા બનવા માંગે છે. થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે તે પોતાની અભિનય કારકીર્દિ ચાલુ રાખવા માટે અભ્યાસ છોડી રહ્યા છે. એક લાંબી ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બાબિલે તેમની કોલેજ અને મિત્રોને વિદાય આપી હતી. બાબીલ યુનિવર્સિટી ઓફ બેસ્ટમિંસ્ટરમાં અભ્યાસ કરતા હતા.

 

 


બાબિલ અનવિતા દત્તાની ફિલ્મ કાલાથી અભિનયની શરૂઆત કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ અનુષ્કા શર્માની ફિલ્મ કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સ કરી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ગયા વર્ષે 29 એપ્રિલે ઇરફાનનું અવસાન થયું હતું. ઇરફાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ હતી, જેમાં રાધિકા મદાન અને કરીના કપૂર ખાન પણ મુખ્ય ભૂમિકામાં હતા. ઇરફાને તેમની કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું.

બોલીવુડમાં જ નહીં, પરંતુ હોલીવુડમાં પણ ઇરફાને ઘણા મહત્વના પાત્રો ભજવ્યા હતા. બાબિલ હવે તેમના પિતાનો વારસો આગળ વધારવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયામાં સક્રિય, બાબીલ ઘણીવાર તેમના પિતા સાથે સંબંધિત યાદો શેર કરતા રહે છે.

આ પણ વાંચો :- Ranbir Kapoor ને પહેલીવાર કરીના કપૂરે કરી આ ખાસ રિક્વેસ્ટ, શું પુરી કરશે અભિનેતા, જુઓ વીડિયો

 

આ પણ વાંચો :- Baahubali Web Series: ‘બાહુબલી’ વેબ સિરીઝ વિશે આવ્યું નવું અપડેટ, થયો આ ફેરફાર

Next Article