SAPNA CHAUDHARYની વધી મુશ્કેલી, દિલ્લી પોલીસે દાખલ કરી ફરિયાદ- જાણો શું છે સમગ્ર મામલો ?

|

Feb 11, 2021 | 2:15 PM

ડાન્સથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર સપના ચૌધરી(SAPNA CHAUDHARY) આજકાલ મુસીબતનો સામનો કરી રહી છે. દિલ્હી પોલીસની(DELHI POLICE) આર્થિક ગુના શાખાએ પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરી અને અન્ય સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

SAPNA CHAUDHARYની વધી મુશ્કેલી, દિલ્લી પોલીસે દાખલ કરી ફરિયાદ- જાણો શું છે સમગ્ર મામલો ?
SAPNA CHAUDHARY

Follow us on

ડાન્સથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર સપના ચૌધરી (SAPNA CHAUDHARY) આજકાલ મુસીબતનો સામનો કરી રહી છે. દિલ્હી પોલીસની (DELHI POLICE) આર્થિક ગુના શાખાએ પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરી અને અન્ય સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. છેતરપિંડીની સાથે સાથે ફેમસ ડાન્સર સહિત અન્ય લોકો પર લોકોનો વિશ્વાસઘાતનો આરોપ મુક્યો છે. કેસ નોંધાયા પછી સ્પષ્ટ થયું છે કે સપનાની સમસ્યાઓ ઘણી વધી જશે. એક કંપનીએ સપના સામે ફરિયાદ કરી છે

એક કંપનીના આરોપ પર આર્થિક ગુન્હા શાખાએ ડાન્સર સપના ચૌધરી સામે ફરિયાદ કરી છે. ડાન્સર સપના ચૌધરી સાથે તેના પરિવારના અન્ય સભ્યો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી કંપનીએ સપના ચૌધરી પર આરોપ લગાવ્યો છે કે તેને કરાર તોડયા છે અને કર્મચારીની કથિતરૂપે કંપનીના ગ્રાહકોની ચોરી કરે છે. સપના પર ઘણા ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે.

ફરીયાદીએ સપનાની સાથે-સાથે તેની માતા, તેની ભાભી અને બહેન પર 50 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ નવ પાનાની એફઆઈઆર નોંધાવી છે. એ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ફરિયાદ કરનારી કંપનીએ સપના ચૌધરી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સપના પર આરોપ લગાવ્યા છે કે બિગ બોસમાંથી ગયા બાદ તેની કરિયરમાં ઉતાર-ચડાવ આવી રહ્યા હતા. આ સમયે સપના અને તેના પરિવારએ આ કંપનીનું કામ હાથમાં લીધું હતું. આ બાદ આરોપ લગાડવામાં આવ્યો છે કે જરૂરી કારણો આપીને કંપની પાસેથી લાખો રૂપિયા ઉધાર લીધા હતા. જે રકમ હજુ સુધી પરત ફરી નથી.

બિગ બોસમાં ધમાકા કરી ચૂકેલી સપના ચૌધરીએ ગયા વર્ષે 24 જાન્યુઆરીએ લેખક અને મોડેલ વીર સાહુ સાથે લગ્ન કર્યા હતા. હવે સપના પણ તાજેતરમાં જ માતા બની છે.સપ્ના ચૌધરી ટીવી રિયાલિટી શો બિગ બોસ 11 માં જોવા મળી હતી. એવું કહેવામાં આવે છે કે એક સમયે સપનાએ ઘરના ખર્ચ ચલાવવા માટે ડાન્સ પસંદ કર્યો હતો, પરંતુ તેણે આજ સુધી ઘણા સ્ટેજ શો કર્યા છે. સપનાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Next Article