IMDB Rating: વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ છવાઈ દરેક જગ્યાએ, અભિનેતાએ કંઈક આ રીતે કહ્યો આભાર

|

Oct 18, 2021 | 8:24 PM

બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની 'સરદાર ઉધમ' IMDB રેન્કિંગમાં છવાયેલ છે. આ માટે અભિનેતાએ આ રીતે તેના ચાહકોનો આભાર માન્યો છે.

IMDB Rating: વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ છવાઈ દરેક જગ્યાએ, અભિનેતાએ કંઈક આ રીતે કહ્યો આભાર
Vicky Kaushal

Follow us on

અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal) સરદાર ઉધમ (Sardar Udham)ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મને દર્શકો તેમજ વિવેચકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે તે IMDb પર સૌથી વધુ રેટિંગ ધરાવતી ફિલ્મોમાંની એક બની ગઈ છે. અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. ફિલ્મને IMDb પર 9.2 રેટિંગ મળ્યું છે. અત્યાર સુધી ફિલ્મને યુઝર જનરેટેડ ડેટાબેઝ પર 7,300 મત મળી ચુક્યા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિક્કી સરદાર ઉધમને લઈને ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેના કામની પ્રશંસા કરી રહ્યા છે. અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આઈએમડીબી (IMDb)ની રેન્કિંગનું પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું, “9.2 તમે બધાએ તો ઉધમ મચાવી દીધો છે. આટલો પ્રેમ આપવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. ”

 

 

 

વિક્કીએ ઈરફાન ખાન અને સરદાર ઉધમ સિંહનો માન્યો આભાર

વિક્કી કૌશલની ફિલ્મ એમેઝોન પર 16 ઓક્ટોબરે રિલીઝ થઈ ગઈ છે. અભિનેતા તેની ફિલ્મ સરદાર ઉધમ સિંહનું સતત પ્રમોશન કરી રહ્યા છે. અભિનેતાએ હવે આ ફિલ્મ સરદાર ઉધમ સિંહ અને દિવંગત અભિનેતા ઈરફાન ખાનને સમર્પિત કરી છે.

 

અભિનેતાએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટની કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરમાં વિક્કીની સાથે ફિલ્મના નિર્દેશક શૂજિત સરકાર પણ જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતા વિક્કીએ લખ્યું કે, “મને તે સમયમાં લઈ જવા અને સરદાર ઉધમ સિંહ સાથે પરિચય કરાવવા બદલ શૂજિત સરકાર સર તમારો આભાર. તે એક એવો અનુભવ છે જેણે મારી પાસેથી ઘણું બધું લીધું છે અને બદલામાં કંઈક આપ્યું છે. આ તે બે મિત્રો માટે છે જેને તમે હંમેશા જીવંત રાખવા માંગો છો, ઉધમ સિંહ અને ઈરફાન ખાન.

 

ઈરફાન ખાન કરવાના હતા સરદાર ઉધમ સિંહની ફિલ્મ

વાસ્તવમાં ઈરફાન ખાન આ ફિલ્મ કરવાના હતા. પરંતુ તબિયતના કારણોસર તેમણે ના પાડી દીધી હતી. થોડા દિવસો પહેલા ઈરફાન ખાનની પત્ની સુતાપાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈરફાન ખાન આ ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે ફિલ્મની ના પાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે ઈરફાન ખાનનું 29 એપ્રિલ 2020ના રોજ અવસાન થયું હતું.

 

 

આ પણ વાંચો :- જુગ જુગ જીઓના સેટ પર કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનાં દિવાના થયા વરુણ ધવન, શેર કરી પોસ્ટ

 

આ પણ વાંચો :- The Big Picture: ગુલાબી ઓઢણી પહેરીને શહેરની છોકરી બન્યા રણવીર સિંહ, સ્પર્ધકને આપી ડેટિંગ ટિપ્સ – જુઓ Photos

Next Article