કોરોના સંકટ સામે લડવા માટે Hrithik Roshan અને હોલિવુડની હસ્તીઓએ મળીને એકઠા કર્યા 27 કરોડ રુપિયા

|

May 03, 2021 | 4:02 PM

લેખક અને લાઈફ કોચ જય શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ પોસ્ટ મુજબ, ગિવ ઈન્ડિયા દ્વારા વિશ્વભરના સેલેબ્સે આર્થિક ફાળો આપ્યો છે. જયે સૌનો આભાર માન્યો છે.

કોરોના સંકટ સામે લડવા માટે Hrithik Roshan અને હોલિવુડની હસ્તીઓએ મળીને એકઠા કર્યા 27 કરોડ રુપિયા
Hrithik Roshan

Follow us on

દેશ હાલમાં કોરોના વાયરસના ખૂબ જીવલેણ બીજી લહેર સામે લડી રહ્યો છે. હોસ્પિટલોમાં સતત બેડ્સ, ઓક્સિજન અને દવાઓની તંગીના સમાચાર આવે છે. ઓક્સિજનના અભાવે ઘણા લોકોના મોતનાં સમાચાર પણ બન્યા છે. આવી સ્થિતિમાં,  જરૂરિયાતમંદ લોકોની સહાય માટે તમામ હસ્તીઓ પણ પ્રયાસ કરી રહી છે. હવે હૃતિક રોશને ભારતને મદદ કરવા માટે શરૂ કરાયેલ એક ફંડ રેજિંગ કેમ્પેનમાં આર્થિક મદદ કરી છે. ખાસ વાત એ છે કે ફંડ રેજિંગ કેમ્પેન દ્વારા વિદેશી હસ્તીઓ પણ ભારતને આર્થિક મદદ કરવા આગળ આવી છે.

લેખક અને લાઈફ કોચ જય શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ પોસ્ટ મુજબ, ગિવ ઈન્ડિયા દ્વારા વિશ્વભરના સેલેબ્સે આર્થિક ફાળો આપ્યો છે. જયે સૌનો આભાર માન્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

27 કરોડથી વધુ થયા જમા

પોસ્ટ અનુસાર હોલીવુડના સુપરસ્ટાર વિલ સ્મિથ ફેમિલીએ 50,000 ડોલર નું દાન આપ્યું છે. શોન મેન્ડીસે પણ એટલી જ રકમ આપી છે. ધ એલન શોએ 59000 ડોલર ભેગા કર્યા છે. બ્રેંડન બરચર્ડ અને રોહન ઓઝાએ 50,000 ડોલર દાન આપ્યા છે, જ્યારે જૈમી કેરન લિમાએ એક લાખ ડોલર આપ્યા છે. કેમિલા કેબેલોએ 6000 ડોલર એકત્રિત કર્યા હતા, જ્યારે હૃતિક રોશને 15,000 ડોલરનું દાન આપ્યું છે. જયે આ બધાને તેમની ચેનલો દ્વારા સહાય માટે આમંત્રિત કરવા અને પોતે દાન આપવા બદલ તે બધાનો આભાર માન્યો છે.

 

 

જયે જણાવ્યું હતું કે આ ફંડ રેજિંગ કેમ્પેન દ્વારા, અત્યાર સુધીમાં 3,688,981 ડોલર એટલે કે લગભગ 27 કરોડ 35 લાખ રૂપિયા જમા થયા છે. આ અંગે હૃતિક રોશને પણ જયને અભિનંદન આપ્યા.

 

 

 

સોશિયલ મીડિયા દ્વારા મદદમાં લાગ્યા સ્ટાર્સ

કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં બોલીવુડની હસ્તીઓ સામાન્ય નાગરિકો સાથે મળીને સહયોગ આપી રહી છે. ઘણી હસ્તીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ખોલ્યા છે. ભૂમિ પેડનેકર, તાપ્સી પન્નુ, મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી, વિનીતકુમાર સિંહ, સ્વરા ભાસ્કર, સોનમ કપૂર જેવા કલાકારો લોકોની વિનંતીઓ તેમના એકાઉન્ટ્સ દ્વારા પ્રસારિત કરી રહ્યા છે, ત્યારે સોનુ સૂદે સક્રિય રીતે જરૂરિયાતમંદોને મદદ કરવામાં વ્યસ્ત છે.

જોન અબ્રાહમે થોડાક દિવસો પહેલા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એનજીઓને સોંપી દીધા છે, જે તેનો ઉપયોગ લોકોની જરૂરિયાતને આગળ વધારવા માટે કરી રહી છે. અજય દેવગને બીએમસીને મુંબઈમાં હંગામી કોવિડ -19 હોસ્પિટલ બનાવવામાં મદદ કરી. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ યુકેથી ઓક્સિજન કંસંટ્રેટર્સ મંગાવીને ડોનેટ કર્યાં છે.

Next Article