Taarak Mehta Ka Ooltah Chashmahના નટુ કાકાએ જાણો કેટલી ફિલ્મો અને નાટકોમાં કર્યું છે કામ? કઈ બીમારીની લઈ રહ્યા છે સારવાર ?

|

Jun 23, 2021 | 7:26 PM

ઘનશ્યામ નાયક ઈન્ડસ્ટ્રીના પીઢ કલાકાર છે, જેમને નાના પડદેથી લઈને સિલ્વર સ્ક્રીન સુધી કામ કરવાનો અનુભવ છે. બરસાત, ક્રાંતિવિર, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ જેવી હિન્દી ફિલ્મોમાં નટુ કાકા (ઘનશ્યામ નાયક) અભિનય કરતા જોવા મળે છે.

Taarak Mehta Ka Ooltah Chashmahના નટુ કાકાએ જાણો કેટલી ફિલ્મો અને નાટકોમાં કર્યું છે કામ? કઈ બીમારીની લઈ રહ્યા છે સારવાર ?
નટુ કાકા - ઘનશ્યામ નાયક ફાઇલ ફોટો

Follow us on

Taarak Mehta Ka Ooltah Chashmah સિરિયલમાં ‘નટુ કાકા’ (Natu Kaka)નું પાત્ર આમ જોવા જઈએ તો સિનિયર છે પણ શોમાં તેની અજબ ગજબ વાતોને સાંભળીને લોકો ખૂબ હસે છે. નટુ કાકાને જોઈને દરેકને તેવું લાગે છે કે જાણે આ પાત્ર આપણા જ ઘરનું કોઈ સદસ્ય હોય. કારણ કે આ પાત્ર એટલું જીવંત લાગે છે કે લોકો આની સાથે પોતીકાપણું અનુભવે છે. આપણે વાત કરી રહ્યા છીએ જેઠાલાલ (Jethalal)ની ગડા ઈલેક્ટ્રોનિક્સ (Gada Electronics)માં કામ કરતાં નટુ કાકાની જેમનું અસલી નામ છે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak).

 

પીઢ અભિનેતા છે ઘનશ્યામ નાયક
ઘનશ્યામ નાયક ઈન્ડસ્ટ્રીના પીઢ કલાકાર છે, જેમને નાના પડદેથી લઈને સિલ્વર સ્ક્રીન સુધી કામ કરવાનો અનુભવ છે. બરસાત, ક્રાંતિવિર, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ જેવી હિન્દી ફિલ્મોમાં નટુ કાકા (ઘનશ્યામ નાયક) અભિનય કરતા જોવા મળે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે Natu Kakaએ (અભિનેતા ઘનશ્યામ નાયક) 100થી વધુ નાટકો, 250થી વધુ ફિલ્મો અને 350થી પણ વધુ સિરિયલમાં કામ કર્યું છે. આ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે નટુકાકા કેટલા પીઢ કલાકાર છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ બિમારીનો કરાવી રહ્યા છે ઈલાજ

તાજેતરમાં જ ખબર પડી છે કે આપના સૌના પ્યારા નટુ કાકા કેન્સરથી પીડિત છે અને ફરી એક વાર તેની સારવાર ચાલી રહી છે. પહેલા તે ઠીક થઈ ગયા હતા, પરંતુ હવે ફરીથી તેની કિમો થેરાપી ચાલુ થઈ છે. આ પહેલા તે નિરંતર શોના શૂટિંગ કરી રહ્યા હતા.

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી તે એટલા લોકપ્રિય થયા છે કે હવે તેમને કોઈ તેના અસલી નામથી નહીં, પરંતુ નટુ કાકા કહીને જ સંબોધે છે. જ્યારે અન્ય કલાકારોને આ વાતની ખુશી હોય છે. ત્યારે નટુકાકાને આ વાતનું દૂ:ખ છે કે લોકો હવે તેના અસલી નામને ભૂલી ગયા છે. ઘનશ્યામ નાયક હવે ક્યાંય પણ જાય છે ત્યારે લોકો તેને તેના પાત્ર નટુકાકાના નામથી જ સંબોધે છે.

 

આ પણ વાંચો : Ahmedabad : લો ગાર્ડન હેપી સ્ટ્રીટના વેપારી એસોસિએશનની amcને રજુઆત, કોરોના સમયના ભાડા માફ કરવા માગ

 

Next Article