Super Dancer Chapter 4 : વીકેન્ડ એપિસોડમાં જોવા મળશે હેમા માલિની, કહ્યુ “બાળકોનો ડાન્સ જોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે”

|

Sep 24, 2021 | 7:52 PM

ડ્રીમ ગર્લ હેમા માલિની આ અઠવાડિયે ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં જોવા મળશે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી.

Super Dancer Chapter 4 : વીકેન્ડ એપિસોડમાં જોવા મળશે હેમા માલિની, કહ્યુ બાળકોનો ડાન્સ જોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે
Hema Malini (File Photo)

Follow us on

Super Dancer Chapter 4: ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 તેના આખરી પડાવ પર પહોંચી રહ્યો છે. દર અઠવાડિયે સ્પર્ધકો શો પર પોતાનું સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જેથી તે ગ્રાન્ડ ફિનાલેમાં (Grand Finale) પોતાનું સ્થાન બનાવી શકે. દર અઠવાડિયે ખાસ મહેમાનો શોમાં આવે છે, ત્યારે આ વખતે હેમા માલિની વીકેન્ડ એપિસોડમાં જોવા મળશે.

વીકેન્ડ એપિસોડમાં જોવા મળશે હેમા માલિની

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

હેમા માલિની આ નાના બાળકોનો ડાન્સ જોઈને આશ્વર્ય અનુભવતી જોવા મળશે અને બાળકોને ઘણું પ્રોત્સાહન પણ આપશે. શોમાં, તે પોતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક પરફોર્મન્સ (Performance) આપતી જોવા મળશે. હેમા માલિનીએ બાળકોના વખાણ કરતા એક ટ્વીટ કર્યું છે.

સ્પર્ધકોની કરી પ્રશંસા

હેમા માલિનીએ ટ્વીટ કર્યુ છે, જેમાં તે બાળકોની પ્રશંસા કરતી જોવા મળી રહી છે. હેમા માલિનીએ ટ્વિટ (Tweet) કરીને લખ્યુ કે, આ સુપર ડાન્સર શોના વીકેન્ડ એપિસોડમાં સુંદર પ્રતિભાશાળી નાના બાળકો સાથે જોડાઈને ગર્વ મહેસુસ કરૂ છુ. ઉપરાંત લખ્યુ કે, હું અહીં આવવા માટે સંમત થઈ કારણ કે હું આ અસાધારણ બાળકોના અદ્ભુત પ્રદર્શન (Dance Performance) માટે ખૂબ જ ઉત્સાહિત છું, પ્લીઝ આવતીકાલ અને રવિવારે આ એપિસોડ જોવા માટે સમય જરૂર કાઢો.

વીકેન્ડ એપિસોડમાં હેમા માલિની મચાવશે ધમાલ

સુપર ડાન્સર ચેપ્ટર 4 ના વીડેન્ડ એપિસોડમાં હેમા માલિની (Hema Malini) ધમાલ મચાવતી જોવા મળશે. ઉપરાંત હેમામાલિની શોના જજ શિલ્પા શેટ્ટી સાથે ધર્મેન્દ્રની ફિલ્મ પ્રતિજ્ઞાના સોંગને રિક્રિએટ કરતી જોવા મળશે. સાથે યમલા પગલા દિવાના સોંગ પર ડાન્સ કરતી જોવા મળશે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: Photos : સાત વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ રાની ચેટર્જી ! અભિનેત્રીનો ટ્રાન્સફોર્મેશન લુક જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો:  પોર્ન ફિલ્મ કેસમાં ફસાયેલી ગેહના વશિષ્ઠે બદલ્યા તેવર, કહ્યુ ” ફસાવનાર લોકો સામે એક્શન લઈશ”

Next Article