Bollywoodનાં ભાઈજાન Salman Khanની 18 વર્ષના વિદ્યાર્થીને મદદ, પિતાનું કોરોનાથી નિધન થયા બાદ લીધી જવાબદારી

|

May 05, 2021 | 2:36 PM

સલમાન ખાને કર્ણાટકના 18 વર્ષીય વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી લેવાનું નક્કી કર્યું છે, જેના પિતા કોવિદ -19 થી અવસાન પામ્યા છે.

Bollywoodનાં ભાઈજાન Salman Khanની 18 વર્ષના વિદ્યાર્થીને મદદ, પિતાનું કોરોનાથી નિધન થયા બાદ લીધી જવાબદારી
Salman Khan

Follow us on

Bollywood: કોરોનાની બીજી લહેરમાં દરરોજ લાખો લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે. દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. ઘણા બાળકોના માથા પરથી તેમના માતાપિતાની છત્રછાયા ઉઠી ગઈ છે.

આવી સ્થિતિમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. સલમાન ખાન આ મુશ્કેલ સમયમાં લોકોને અન્ન, દવાઓ અને ઓક્સિજન સિલિન્ડર આપી રહ્યો છે. તાજેતરમાં, તેમણે 18 વર્ષીય વિદ્યાર્થી માટે મદદનો હાથ લંબાવ્યો છે

સલમાન ખાને કર્ણાટકના 18 વર્ષીય વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી લેવાનું નક્કી કર્યું છે, જેના પિતા કોવિડ -19 થી અવસાન પામ્યા છે. યુવા સેનાના નેતા રાહુલ એ કૃણાલને વધુ માહિતી આપતાં કહ્યું કે, તે સલમાન ખાનની સાથે મળીને તે વિદ્યાર્થીને રાશાનની સાથે અભ્યાસ માટે વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. તેમણે કહ્યું છે કે તે તેની સાથે છે અને તેને જે વસ્તુંની જરુરત હશે તે તેની પુરી મદદ કરશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે સલમાન ખાનના ચાહકોનો પરિવાર તેમને લોકોની મદદ કરવામાં મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સલમાન ખાને કહ્યું છે કે બહાર જાઓ અને દરેક વ્યક્તિની સાથે ઉભા રહો જેને કાઈ પણ જરુરત હોય. ભાઈજાન જાણે છે કે તેમની દરેક ફેન ક્લબ તેમની વાત મને છે અને તે લોકોને મદદ પણ કરી રહ્યા છે.

 

 

 

5000 ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ કરી

સલમાન ખાને તાજેતરમાં 5000 ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ કરી છે. તેઓએ તેમને ખોરાકની જરૂરિયાતમંદ વસ્તુઓ પૂરી પાડી છે. ઇન્દોરમાં સલમાન ખાનની ફેન ક્લબના સભ્યોએ 180 પ્લાઝ્મા ડોનેશન કર્યું છે.

સલમાન ખાનની ફેન ક્લબ લોકોને મદદ કરવામાં રોકાયેલ છે. દેશના જુદા જુદા ભાગોમાં લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સલમાને પોતે પણ મુંબઈમાં કોરોના વોરિયર્સ માટે ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. આ રીતે, ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતાં સલમાને લખ્યું છે કે આવા ફેન્સ ક્લબ્સ મેળવીને ખૂબ જ ખુશ છું, જેઓ આટલું સારું કામ કરે છે, તે પણ તેમના પોતાના દમ પર. ભગવાન તેમની સહાયતા કરે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે 13 મેના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ થિયેટરો સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં દિશા પાટણી, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા સલમાનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Next Article