Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘ગોરખા’ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા

તાજેતરમાં અક્ષય કુમારે તેમની નવી ફિલ્મની જાહેરાત કરતી વખતે ફર્સ્ટ લુકના ફોટા શેર કર્યા હતા. અભિનેતાએ મેજર જનરલ ઈયાન કાર્ડોઝોનું પાત્ર ભજવવાની જાહેરાત કરી છે.

Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ 'ગોરખા'ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:40 PM

અતરંગી રે (Atrangi Re) અને રક્ષાબંધન (Raksha Bandhan) પછી અક્ષય કુમાર ફરી એક વખત આનંદ એલ રાય સાથે કામ કરવા જઈ રહ્યા છે. અક્ષય ભારતીય સેનાની ગોરખા રેજિમેન્ટ (5મી ગોરખા રાઈફલ્સ)ના એક મહાન અધિકારી મેજર જનરલ ઈયાન કાર્ડોઝો (Ian Cardozo)ના જીવન પર આધારિત બાયોપિક કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ ગોરખા (Gorkha)નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ આ પોસ્ટર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ફસાઈ ગયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંજય પુરન સિંહ ચૌહાણ આ ફિલ્મનું નિર્દેશન કરશે.આવી સ્થિતિમાં ફિલ્મના પોસ્ટર પછી જ્યાં બધા તેની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં એક ટ્વિટ બાદ વિવાદમાં ઘેરાઈ ગઈ. હકીકતમાં એક ભૂતપૂર્વ ગોરખા અધિકારીએ પોસ્ટરને તથ્યાત્મક રુપથી ખોટું ગણાવ્યું છે. મેજર માણિક એમ જોલીએ ટ્વીટર પર શેર કર્યું કે પોસ્ટરમાં વપરાયેલી ખુકરીની તસ્વીર ખોટી બતાવામાં આવી છે.

ફિલ્મના પોસ્ટર પર ઉઠયા સવાલ

તેમણે ટ્વિટ કરીને લખ્યું, “પ્રિય અક્ષય કુમાર જી, ભૂતપૂર્વ ગોરખા અધિકારી તરીકે આ ફિલ્મને બનાવવા માટે આભાર. જો કે, તેની વિગતો મહત્વની છે. કૃપા કરીને ખુકરીને ઠીક કરો. તેમણે ફોટો પણ શેર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે બીજી બાજુ તીક્ષ્ણ ધાર છે, આ તલવાર નથી.

તેમણે અનુભવથી વાત કરી અને એક વાસ્તવિક ખુકરીની તસ્વીર પણ શેર કરી. થોડા સમય પછી, લોકોએ ટ્વિટનો જવાબ આપ્યો, કેટલાક મેજર માણિકના અભિપ્રાય સાથે સંમત થયા, અને અન્ય લોકોએ પોસ્ટરનો બચાવ કર્યો.

અક્ષય કુમારે આપ્યો જવાબ

આ ટ્વીટ જોયા પછી અક્ષય કુમારે જવાબ આપ્યો, “પ્રિય મેજર જોલી, આ તરફ ધ્યાન દોરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફિલ્મ બનાવતી વખતે અમે ખૂબ કાળજી રાખીશું. મને ગોરખા બનાવા પર ખૂબ ગર્વ અને સન્માન છે. આ વાસ્તવિકતાને સૌથી નજીક લાવવા માટે કોઈપણ સૂચનની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવશે.

https://twitter.com/akshaykumar/status/1449344360701648897?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1449344360701648897%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fcontroversy-over-the-poster-of-akshay-kumar-film-gorkha-actor-reacted-like-this-874577.html

આ ફિલ્મમાં અક્ષય મહાન યુદ્ધ નાયકની ભૂમિકા ભજવશે, જેમણે દેશના યુદ્ધોમાં અને ખાસ કરીને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લડ્યા હતા. આ યુદ્ધ આઈકન વિશેની ખાસ ફિલ્મ હોવાથી અભિનેતાએ તેને જાતે રજૂ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો:- B’day Special: આજે 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે હેમા માલિની, જાણો કયા હીરોને મળવા પર પિતાએ લગાવ્યો હતો પ્રતિબંધ

આ પણ વાંચો:- Ranveer Singhએ શર્ટલેસ સેલ્ફી શેર કરીને ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું- દીપુ આસપાસ છે ક્યાંક

g clip-path="url(#clip0_868_265)">