Gangubai Kathiawadi : હવે આલિયા સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ OTT પર પણ ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે ?

|

Apr 26, 2022 | 9:34 AM

ગંગુબાઈ કાઠયાવાડી (gangubai kathiawadi) ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ OTT પર પણ રિલીઝ થઈ રહી છે.

Gangubai Kathiawadi : હવે આલિયા સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી OTT પર પણ ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે ?
Alia Bhatt in Gangubai Kathiawadi Film (File Photo)

Follow us on

Gangubai Kathiawadi Film : હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) OTT પર જલવો બતાવવા માટે તૈયાર છે. સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) દ્વારા નિર્દેશિત આ ફિલ્મે મોટા પડદા પર ધૂમ મચાવી હતી. ફિલ્મમાં દરેકની ફેવરિટ એક્ટ્રેસ આલિયા ભટ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. અભિનેત્રીએ આ ફિલ્મમાં એક એવું પાત્ર ભજવ્યું છે જેને કરવામાં ખચકાટ અનુભવે છે. પરંતુ આલિયાએ  (Alia Bhatt) ફિલ્મમાં એક ગણિકાના સામાજિક કાર્યકરની ભૂમિકા ભજવી હતી, જેને ‘કમાઠીપુરા કા ચાંદ’ કહેવામાં આવતી હતી.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 130 કરોડનો બિઝનેસ કર્યો

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ OTT પર પણ રિલીઝ થઈ રહી છે. હવે જેમણે આલિયાની આ ફિલ્મ નથી જોઈ તે નેટફ્લિક્સ પર ઘરે બેસીને આનંદ માણી શકશે. તમને જણાવી દઈએ કે, નેટફ્લિક્સે થોડા સમય પહેલા પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. Netflix ના સત્તાવાર Instagram હેન્ડલ પરથી આની પુષ્ટિ કરવામાં આવી હતી. આ માહિતીની સાથે નેટફ્લિક્સે ફિલ્મનો એક વીડિયો પણ બહાર પાડ્યો હતો – દેખો..ચાંદ નેટફ્લિક્સ (Netflix)  પર આવી રહ્યો છે. ફિલ્મનું આ સોંગ પણ લોકોને ખૂબ પસંદ આવ્યું. તમને જણાવવુ રહ્યુ કે,આલિયાની ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 130 કરોડનો બિઝનેસ(Box Office Collection)  કર્યો હતો.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

આ ફિલ્મ રિલીઝના આઠમા સપ્તાહમાં પણ સિનેમાઘરોમાં

આ દિવસોમાં ગંગુબાઈ કાઠિયાવાડી એવી ફિલ્મોમાંની એક છે જે રિલીઝના આઠમા સપ્તાહમાં પણ સિનેમાઘરોમાં પર રાજ કરી રહી છે. મોટા ભાગના નિર્માતાઓ ચાર અઠવાડિયાની અંદર તેમની ફિલ્મોનું ડિજિટલ પ્રીમિયર કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. આ એટલા માટે છે કે, OTT પ્લેટફોર્મ સાથે તેમનો બિઝનેસ વધુ સારો થઈ શકે છે. જેથી નિર્માતાઓને થિયેટરની ખોટ કે ઓછા નફાની ભરપાઈમાં થોડી મદદ મળી શકે.

 

આ પણ વાંચો : Aamir Khan Video : આમિર ખાન હવે કઈ નવી સ્ટોરી કહેવા જઈ રહ્યો છે, વીડિયો શેર કરતા ફેન્સની ઉત્સુકતા વધી

આ પણ વાંચો : સંગીતકાર એ.આર. રહેમાન, વિલ સ્મિથના બચાવમાં આવ્યા, થપ્પડ કાંડ વિશે કહ્યું- ક્યારેક આવી…

Next Article