Kartik Aaryan એ શેર કર્યો ફની ફોટો, કહ્યું- અંદર રહેવાનું કારણ?

|

May 18, 2021 | 8:53 AM

કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કાર્તિક થોડાક દિવસે, તેમના જુદી જુદી સ્ટાઇલના ફોટા અને વીડિયો ચાહકો માટે શેર કરતા રહે છે.

Kartik Aaryan એ શેર કર્યો ફની ફોટો, કહ્યું- અંદર રહેવાનું કારણ?
Kartik Aaryan

Follow us on

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. એકથી એક શ્રેષ્ઠ ફિલ્મોમાં પોતાનો અભિનય રજૂ કરનાર કાર્તિકના ચાહકોની યાદી પણ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ કાર્તિકને દોસ્તાના 2 માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આ દરમિયાન અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત ફોટો શેર કર્યો છે.

કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કાર્તિક થોડાક દિવસે, તેમના જુદી જુદી સ્ટાઇલના ફોટા અને વીડિયો ચાહકો માટે શેર કરતા રહે છે. ચાહકો પણ આતુરતાથી તેમના ફોટા વગેરેની રાહ જુએ છે. આવી સ્થિતિમાં કાર્તિકે ફરી એકવાર ચાહકો માટે એક ખાસ તસવીર શેર કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કાર્તિકે શેર કરી છે ખાસ તસવીર

કાર્તિક આર્યને જે ફોટો શેર કર્યો છે, તેમા તે ગુસ્સાથી ચીસો પાડતો જોવા મળી રહ્યા છે. તેમનો હાથ બાજુ પર દેખાય છે. આ ફોટામાં કાર્તિકે બ્લેક ટી-શર્ટ અને ચશ્માં પહેરેલા જોવા મળી રહ્યા છે. ફોટોની આગળ જાળી જેવું લાગે છે, તે કોઈ પોલીસની કાર જેવું લાગી રહ્યું છે. અભિનેતાનો આ ફોટો જૂનો છે.

ખાસ વાત એ છે કે આ ફોટો શેર કરતી વખતે કાર્તિકે એક ફની કેપ્શન પણ લખ્યું છે. કાર્તિક આર્યને લખ્યું છે કે અંદર રહેવા માટેનું વધુ એક કારણ.… એટલે કે કદાચ એવું કહેવાની કોશિશ કરી રહ્યા છે કે ઘરે રહેવું સારુ છે નહીં તો બહાર પોલીસ હોઇ શકે. આ સમયે કાર્તિકનો આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. કાર્તિકના આ ફોટા પર ચાહકો ફરી એકવાર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જ્યારે આ પહેલા કાર્તિકે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ફેસ પેક લગાવતો જોવા મળ્યો હતો. આ ફોટો શેર કરતી વખતે કાર્તિકે લખ્યું હતું કે ખોટુ કેપ્શન જો કે તેમનો આ એક જૂનો ફોટો હતો.

કાર્તિકને મળી નવી ફિલ્મ

દોસ્તાના 2 માંથી કાઢી નાખ્યા પછી કાર્તિકેના હાથમાં બીજી એક ફિલ્મ લાગી ગઈ છે. તે મરાઠી ફિલ્મ નિર્માતા સમીર વિદવાનની ફિલ્મમાં જોઇ શકાય છે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો, કાર્તિક ફિલ્મ નિર્માતા સમીર વિદવાન સાથે બોયોગ્રાફિકલ ફિલ્મ આનંદી ગોપાલમાં કામ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર આ એક લવ સ્ટોરી બનવા જઈ રહી છે જેમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અત્યારે આ ફિલ્મ માટે પરફેક્ટ એક્ટ્રેસ ગોતવામાં આવી રહી છે. અને આ ફિલ્મનું શૂટિંગ જલ્દીથી શરૂ થઈ શકે છે.

Next Article