Gujarati NewsEntertainmentFirst time half marathon in bardoli city gujarat in this event bollywood stars was present pehlivar bardoli ma haf marathon nu aayojan bollywood star pern rhya hajar
પહેલીવાર હાફ મેરેથોનનું બારડોલીમાં આયોજન, ફિલ્મ અભિનેતાઓએ પણ આપી હાજરી
સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રથમવાર જિલ્લામાં હાફ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જિલ્લામાં વધતા અકસ્માતોને ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ માટે જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરાયું હતું. અભિનેત્રી અમિષા પટેલ , ચંકી પાંડે , સેફુજી ભારદ્વાજએ ફ્લેગ ઓફ કરી દોડનો આરંભ કરાવ્યો હતો. સુરત જીલ્લ્લાના બારડોલી ખાતે પ્રથમવાર આયોજિત હાફ મેરેથોન દોડના આયોજનમાં ખાસ કરીને ત્રણ […]
સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રથમવાર જિલ્લામાં હાફ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જિલ્લામાં વધતા અકસ્માતોને ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ માટે જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરાયું હતું.
અભિનેત્રી અમિષા પટેલ , ચંકી પાંડે , સેફુજી ભારદ્વાજએ ફ્લેગ ઓફ કરી દોડનો આરંભ કરાવ્યો હતો. સુરત જીલ્લ્લાના બારડોલી ખાતે પ્રથમવાર આયોજિત હાફ મેરેથોન દોડના આયોજનમાં ખાસ કરીને ત્રણ વિભાગ રાખવામાં આવ્યા હતા. 5 કિમી , 10 કિમી , અને 21 કિમી એમ ત્રણ દોડ રાખવામાં આવી હતી અને વિજેતાને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી માત્ર મોટા શહેરોમાં જ આવી દોડનું આયોજન થતું હોય છે. જયારે પ્રથમવાર જિલ્લામાં આ રીતે આયોજન થતા દોડવીરોમાં પણ ઉત્સાહ બેવડાયો હતો. દોડના પ્રારંભિક કાર્યક્ર માં ટ્રાફિક નિયમન માટે રેન્જ આઈએ તમામને પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?
બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
જો કે મેરેથોન દોડમાં ખાસ કરીને મિશન પ્રહારના પ્રણેતા સીફુજી ભારદ્વાજએ દોડવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો. બે હજારથી વધુ દોડવીરો આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. મેરેથોન દોડનું બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રસ્થાન થયું હતું. દોડના રૂટની વાત કરી એ તો તેમાં બારડોલી ટાઉન , સીટી અને આજુબાજુ ના ગામડાઓનો પણ સમાવેશ થયો હતો.