અંતે થયું મોટુ એલાન, જાણો Salman Khan ની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ક્યારે રિલીઝ થશે

|

Mar 13, 2021 | 4:28 PM

પ્રેક્ષકો 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' સાથે મોટા પડદે તેમના આગમનની રાહ જોઇ રહ્યા છે. પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત, એક્શન-ડ્રામા 2021 ની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ્સમાંની એક છે.

અંતે થયું મોટુ એલાન, જાણો Salman Khan ની ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ક્યારે રિલીઝ થશે
Salman Khan

Follow us on

બોલિવૂડના હેન્ડસમ હંક અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની રિલીઝની તારીખ પ્રશંસકો દ્વારા લાંબા સમયથી રાહ જોવાતી હતી અને આખરે સલમાન ખાને એક જોરદાર પોસ્ટર શેર કરતાની સાથે, ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ ડેટ પણ આવી ગઈ છે.

આ ફિલ્મ 13 મે, 2021 ના ​​રોજ રીલિઝ થશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સલમાન ખાને ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કહ્યું છે કે, આ ફિલ્મ 13 મે 2021 ના ​​રોજ રીલિઝ થશે. સલમાન ખાને કેપ્શનમાં લખ્યું છે – ‘મેં ઇદનું કમિટમેન્ટ કર્યું હતું, ઈદ પર જ આવશે, કારણ કે એકવાર જો મેં …’ સલમાન ખાને આ કેપ્શન સાથે “RadheOn13thMay”, “2MonthsToRadhe” હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે.

પ્રભુ દેવા દિગ્દર્શક

તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મો એક્શન, ડ્રામા, મનોરંજનની સંપૂર્ણ માત્રા કહેવામાં આવે છે અને પ્રેક્ષકો રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ સાથે મોટા પડદે તેમના આગમનની રાહ જોઇ રહ્યા છે. પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત, એક્શન-ડ્રામા 2021 ની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ્સમાંની એક છે અને ફિલ્મના નવા પોસ્ટરે ચાહકોને વધુ ઉત્સાહિત કર્યા છે. ફિલ્મના રિલીઝમાં બરાબર બે મહિના બાકી છે.

પોસ્ટર કેવું છે

સળગતા હેલિકોપ્ટર અને યુદ્ધના બેકગ્રાઉન્ડની સાથે, સલમાન ખાન પહેલા કરતા ઘણા હોટ લાગી રહ્યા છે. પોસ્ટરમાં ક્લાસિક સલમાન ખાનના તમામ એલિમેન્ટસ છે અને તે એક મોટું મનોરંજન કરાવવાનું વચન આપે છે. ફિલ્મના પોસ્ટર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાધેમાં દર્શકોને જોરદાર એક્શન ડોઝ મળશે.

શું છે કાસ્ટ

સલમાન ખાનની સાથે આ ફિલ્મમાં દિશા પાટની, રણદીપ હૂડા અને જેકી શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને સલમાન ખાન ફિલ્મ્સએ ઝી સ્ટુડિયોની સાથે મળી રજુ કરવામાં આવશે, જેનું નિર્માણ સોહેલ ખાન અને રીલ લાઇફ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ એ કર્યું છે. આ ફિલ્મ 13 મે 2021 ના ​​રોજ ઈદ નિમિત્તે રિલીઝ થશે.

Published On - 2:16 pm, Sat, 13 March 21

Next Article