શું ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાનું કારણ કૌટુંબિક ઝઘડો ? અભિનેતાના પિતાએ કર્યો મોટો ખુલાસો

|

Jan 20, 2022 | 12:40 PM

તમને જણાવી દઈએ કે, ધનુષે મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. ધનુષ એશ્વર્યા કરતા બે વર્ષ નાનો છે.

શું ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાનું કારણ કૌટુંબિક ઝઘડો ? અભિનેતાના પિતાએ કર્યો મોટો ખુલાસો
Dhanush Aishwaryaa Separation (File Photo)

Follow us on

Dhanush Aishwaryaa Separation : તાજેતરમાં જ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર ધનુષ (Superstar Dhanush) અને તેની પત્ની ઐશ્વર્યાએ (Aishwaryaa) તેમના 18 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાનો નિર્ણય લીધો છે. જેની જાહેરાત બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કરી હતી. જ્યારથી ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાના અલગ થવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી બંનેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

ફિલ્મ નિર્માતા કસ્તુરી રાજાએ છૂટાછેડા પર મૌન તોડ્યુ

કેટલાક ધનુષના અફેરને તેમના અલગ થવાનું કારણ જણાવી રહ્યા છે તો કેટલાક ધનુષના ઐશ્વર્યા સાથેના ઝઘડાનું કારણ જણાવે છે. જોકે, તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ દરમિયાન, ધનુષના પિતા અને ફિલ્મ નિર્માતા કસ્તુરી રાજાએ (filmmaker kasthuri raja )અભિનેતા અને ઐશ્વર્યાના છૂટાછેડા પર મૌન તોડ્યુ છે.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

રિપોર્ટ અનુસાર કસ્તુરી રાજાએ કહ્યું કે, ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવા પાછળનું કારણ માત્ર મતભેદ છે. આ એક પારિવારિક ઝઘડો છે જે સામાન્ય રીતે પરિણીત યુગલ વચ્ચે થાય છે. દેખીતી રીતે, આ છૂટાછેડા નથી. હાલમાં ધનુષ અને ઐશ્વર્યા બંને હૈદરાબાદમાં છે. મેં બંને સાથે ફોન પર વાત કરી છે અને તેમને કેટલીક સલાહ પણ આપી છે.

ધનુષ અને ઐશ્વર્યાએ 18 વર્ષના લગ્ન જીવન બાદ કર્યો આ નિર્ણય

તમને જણાવી દઈએ કે, ધનુષે મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે – યાત્રા અને લિંગ. ધનુષ એશ્વર્યા કરતા બે વર્ષ નાનો છે. ધનુષ અને ઐશ્વર્યાએ પોતપોતાના સોશિયલ મીડિયા પર અલગ થવા અંગે એક પોસ્ટ શેર કરી છે.

ધનુષે પોતાની પોસ્ટમાં લખ્યું- મિત્રો, કપલ, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો તરીકે અઢાર વર્ષની સફર. તે સમજણ, ગોઠવણ અને અનુકૂલનની યાત્રા રહી છે. આજે આપણે એવા સ્થાને ઉભા છીએ જ્યાંથી આપણા રસ્તાઓ અલગ થઈ જાય છે. ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને અમને પોતાને વધુ સારા માણસ તરીકે સમજવા માટે સમય આપ્યો છે.

 

આ પણ વાંચો : Malika Aroraએ શેર કર્યા પોતાના બોલ્ડ Photos, અર્જૂન કપૂરે પણ આપ્યું રિએક્શન

Published On - 12:14 pm, Thu, 20 January 22