ફિલ્મ રીવ્યુ: ‘માન, સમ્માન કી લડાઈ કાગજ’, પંકજ ત્રિપાઠી શાનદાર એક્ટીંગથી છવાઈ ગયા

|

Jan 07, 2021 | 3:12 PM

આજે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ બોલિવૂડના નિર્માતા નિર્દેશક સતીશ કૌશિકની ફિલ્મ કાગજ. આ ફિલ્મ આઝમગઢના નિવાસી લાલ બિહારીના જીવન આધારીત છે. જેમાં તે સરકારી રેકોર્ડમાં 18 વર્ષ સુધી મૃત રહ્યા.

ફિલ્મ રીવ્યુ: માન, સમ્માન કી લડાઈ કાગજ, પંકજ ત્રિપાઠી શાનદાર એક્ટીંગથી છવાઈ ગયા
કાગજ ફિલ્મનો રિવ્યુ

Follow us on

આજે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ બોલિવૂડના નિર્માતા નિર્દેશક સતીશ કૌશિકની ફિલ્મ કાગજ. આ ફિલ્મ આઝમગઢના નિવાસી લાલ બિહારીના જીવન આધારીત છે. જેમાં તે સરકારી રેકોર્ડમાં 18 વર્ષ સુધી મૃત રહ્યા. કાગળ પર જીવિત થવાના સંઘર્ષ પર બની છે ફિલ્મ કાગજ. UPના ખલીલાબાદના એક નાનકડા ગામમાં રહે ભારત લાલ. જેની ભૂમિકા ભજવી છે પંકજ ત્રિપાઠીએ. બેન્ડ માસ્ટર ભારત લાલ પત્ની રુકમણી સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે. અચાનક કોઈ કારણોસર એમને ખબર પડે છે કે એમના પિતરાઈ ભાઈઓ અને કાકાએ મળીને જમીનની લાલચમાં સરકારી કાગળ પર એમને મૃતક સાબિત કરી દે છે. અને પછી શરુ થાય છે સંઘર્ષ સરકારી કાગળો પર જીવતા થવાનો. આ ફિલ્મની વાર્તા એક સત્ય ઘટના પર આધારીત છે.

સ્ક્રીનપ્લે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્ક્રીનપ્લે એટલો મજબુત છે કે કાગજ જોતી વખતે, તમે તમારા અગત્યનાં કાગળના કામ પણ ભૂલી જશો. 18 વર્ષ સુધી તંત્ર સામે કાગળ પર જીવતા થવાની લડત સ્ક્રીન પ્લેમાં બખૂબી દેખાય છે. સ્ટ્રોંગ સ્ક્રીન પ્લે આ ગંભીર મુદ્દા પર ખુબ હસાવે છે. તો ઘણા સીનમાં ઈમોશનલ કરી દે છે. ફિલ્મમાં રહેલા દરેક ભાવ દર્શક સુધી પહોચે તેનું ધ્યાન સ્ક્રીન પ્લેમાં રાખવામાં આવ્યું છે.

સ્ટોરી

લાલ બિહારી મૃતકના જીવન પર બનેલી આ વાર્તા રસપ્રદ છે. એક નાના કામ માટે સામાન્ય માણસને કેટલી તકલીફ વેઠવી પડે છે, એ બખૂબી આ ફિલ્મમાં જોવા મળે છે. રીયલ લાઈફ પર બનેલી આ ફિલ્મનો સ્ટોરી જરા પણ બોર નહીં કરે. લાલ બિહારીના જીવનમાં બનેલી ઘણી ઇન્ટ્રસ્ટીંગ ઘટનાઓ આ ફિલ્મની વાર્તા પરથી જાણવા મળશે.

ડાયલોગ

ડાયલોગ ખુબ ચોટદાર અને અસરકારક લખવામાં આવ્યા છે. આ ફિલ્મ થીએટરમાં રિલીઝ થઇ હોત તો પંકજ ત્રિપાઠીના ઘણા બધા ડાયલોગ પર સીટીઓ જરૂર વાગતી. એક મરા હુઆ આદમી

ડિરેક્શન

સતીશ કૌશિકના ડિરેક્શને આ ફિલ્મની વાર્તાને મહદઅંશે ન્યાય આપ્યો છે. સતીશએ આ ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે. સતીશના બંને કામ જોવા દર્શકોને ગમશે.

મ્યુઝીક

ફિલ્મના મ્યુઝીકમાં ઉત્તર પ્રદેશનો લોકલ ટચ સાંભળવા મળશે. ઉદિત નારાયણ અને અલ્કા યાગ્નિકનો આવાજ સાંભળીને આપ જૂનાં દિવસોમાં ખોવાઈ જાઓ તો નવાઈની વાત નથી. ફિલ્મમાં એક ડાંસ નંબર સોંગ પણ છે.

ડાંસ

ફિલ્મની સાથે બેકગ્રાઉન્ડમાં સોંગ્સ રાખવામાં આવ્યા છે. એક સોંગ ડાંસ નંબર છે. જેમાં સંદીપા ધારના ડાંસને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવશે.

એક્ટિંગ

પંકજ ત્રિપાઠી: એક્ટિંગ કિંગ પંકજ ત્રિપાઠીની એક્ટિંગ માટે લખવા માટે કંઈ છે જ નહીં. તમે સૌ જાણો છો કે તે દરેક રોલને બખૂબી નિભાવી જાણે છે. દરેક નવા પત્ર સાથે તે દર્શકોના દિલ પર નવી છાપ છોડે છે. આ ફિલ્મ જોયા બાદ પંકજ ત્રિપાઠીના ફેન્સના દિલમાં એક નવું પાત્ર ઉમેરાઈ જશે.

મોનલ ગજ્જર: મોનલ એક ગુજરાતી એક્ટર છે. સાઉથ અને ગુજરાતમાં ઘણું નામ બનાવ્યું છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગ બીજી ફિલ્મોની તુલનામાં સારી છે. પરંતુ પંકજ ત્રિપાઠી સામે મોનલ ક્યારેક ફીકી પણ લાગે છે. મોનલ ગજ્જર માટે આ મોટી ફિલ્મ સાબિત થઇ શકે છે.

અન્ય પાત્રો: સતીષ કૌશિક વકીલ સાધુરામની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મમાં મીતા વશિષ્ઠ, નેહા ચૌહાણ, અમર ઉપાધ્યાય અને બ્રિજેન્દ્ર કલાના પાત્રો ખૂબ ટૂંકા છે પરંતુ બધાએ તેમના પાત્રોને ન્યાય આપ્યો છે. સતીશ સાથે અન્ય કલાકારોની એક્ટિંગ ખુબ સારી છે.

જોવી કે ના જોવી?

બે કલાકનો પૂરો સમય લઈને, અન્ય કામકાજ બાજુમાં મુકીને, એક બેઠકમાં જ જોવા જેવી રસપ્રદ ફિલ્મ.

Next Article