
તાજેતરમાં મોનાલિસાએ ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આ આરોપો પર સનોજ મિશ્રાએ પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. ડાયરેક્ટરે મોનાલિસાના તમામ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. એટલું જ નહીં, સનોજ મિશ્રાએ મોનાલિસા સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.
મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા હાલમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેણે ફરમાન ખાન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા, જેને લઈને વિવાદ ઉભો થયો છે. મોનાલિસાની આવનારી ફિલ્મના ડાયરેક્ટર સનોજ મિશ્રાએ આ લગ્નને ‘લવ જેહાદ’ તરીકે ગણાવ્યા હતા. ત્યારબાદ મોનાલિસાએ ડાયરેક્ટર પર હેરેસમેન્ટના આરોપો લગાવ્યા હતા. હવે સનોજ મિશ્રાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે મોનાલિસાનો બ્રેનવોશ કરવામાં આવ્યો છે. સાથે જ, તેમણે મોનાલિસાની આવનારી ફિલ્મને પણ બંધ કરી દીધી છે.
મોનાલિસા ‘દ ડાયરી ઑફ મણિપુર’ ફિલ્મથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ બંધ થઈ ગઈ છે. સનોજ મિશ્રાએ આ નિર્ણય ત્યારે લીધો, જ્યારે મોનાલિસાએ શૂટિંગ દરમિયાન યૌન શોષણના આરોપો લગાવ્યા. મોનાલિસાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નેપાળ અને દેહરાદૂનમાં શૂટિંગ દરમિયાન તેમની સાથે આવી ઘટના બની હતી.
હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં સનોજ મિશ્રાએ કહ્યું કે તેમણે જ મોનાલિસાને એક્ટિંગ શીખવી હતી, અને હવે એ જ તેમને મુશ્કેલીમાં મૂકી રહી છે. તેમણે જણાવ્યું કે મોનાલિસાના પરિવારના 7-8 લોકો હજુ પણ ઉજ્જૈનમાં તેમના ઘરે રહે છે. “જો ખરેખર કોઈ અન્યાય થયો હોત, તો તે તુરંત પોતાના પરિવારને કહી શકતી,” એમ તેમણે કહ્યું.
સનોજ મિશ્રાએ આગળ જણાવ્યું કે તેમણે મોનાલિસાના લગ્નનો વિરોધ કર્યો હતો, તેથી તેમને આ મામલામાં ઘસડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં મોનાલિસા સામે માનહાનિનો કેસ દાખલ કરશે. “જો મોનાલિસા પોતાને સાચી માને છે, તો તે કાનૂની રસ્તો અપનાવી શકે,” એમ તેમણે કહ્યું. યરેક્ટરે અંતમાં ઉમેર્યું કે હવે ફિલ્મ બનવાની નથી, કારણ કે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.
Breaking News: 41 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિનો માલિક છે રામ ચરણ, જાણો નેટવર્થ અને લક્ઝરી લાઈફ વિશે