AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jhanvi Kapoor બાદ રોકવામાં આવ્યું boby deolની ફિલ્મનું શૂટિંગ, સેટ પર પહોંચી ગયા ખેડૂત આંદોલનકારીઓ

ફિલ્મનું ગ્રૂપ ફિલ્મના સેટ પર વસ્તુઓ ગોઠવી રહ્યા હતા. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોચી ગયા. અને ફિલ્મના ગ્રૂપને બધો સામાન લઈને જતા રહેવા કહ્યું.

jhanvi Kapoor બાદ રોકવામાં આવ્યું boby deolની ફિલ્મનું શૂટિંગ, સેટ પર પહોંચી ગયા ખેડૂત આંદોલનકારીઓ
બોબી દેઓલના સેટ પર અંદોલનકારી કિસાન
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 06, 2021 | 1:21 PM
Share

દિલ્હી બોર્ડર પર છેલ્લા બે મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ અંદોલન સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાનૂનોને પાછા લેવા માટે થઇ રહ્યું છે. ત્યારે આની અસર બોલીવૂડમાં પણ જોવા મળી રહી છે. બોલીવૂડના સ્ટાર્સ પણ સપોર્ટ અને વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ અંદોલનના ગુસાની અસર બોબી દેઓલની ફિલ્મના શૂટિંગ પર પડી છે. મળેલી માહિતી અનુસાર બોબી દેઓલ પંજાબમાં ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો. શૂટિંગ દરમિયાન ખેડૂતોએ વિરોધ કર્યો અને આ કારણે શૂટિંગ રોકવી પડી.

પંજાબમાં ફિલ્મ શૂટ નહીં થવા દઈએ ખાનગી મીડિયા રીપોર્ટ અનુસાર ફિલ્મનું ગ્રૂપ ફિલ્મના સેટ પર વસ્તુઓ ગોઠવી રહ્યા હતા. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોચી ગયા. અને ફિલ્મના ગ્રૂપને બધો સામાન લઈને જતા રહેવા કહ્યું. આ ઉપરાંત ખેડૂતોએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અમારા મુદ્દાનું સમાધાન નહીં લાવે ત્યાં સુધી પંજાબમાં ફિલ્મનું શૂટિંગ નહીં થવા દઈએ.

સની દેઓલ પર જાહેર કરી નિરાશા બોબી દેઓલની સામે આ ખેડૂતોએ નિરાશા અને ગુસ્સો જાહેર કર્યો હતો. કેમ કે તેમના ભાઈ સની દેઓલ અભિનેતા સાથે પંજાબ ગુરદાસપુરથી ભાજપના સાંસદ પણ છે. ખેડૂતોનું કહેવું છે સની દેઓલ અને પિતા ધર્મેન્દ્ર પંજાબથી સંબંધ ધરાવે છે, અને સની સાંસદ હોવા છતાં તેઓ કિસાન સમર્થનમાં કંઈ કરી નથી રહ્યા.

અગાઉ પણ બની ગઈ છે આ ઘટના આ પહેલી વાર નથી કે પંજાબમાં કોઈ ફિલ્મની શૂટિંગ રોકી દેવામાં આવી હોય. આ અગાઉ જ્હાનવી કપૂરની ફિલ્મની શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું. બાદમાં જ્યારે જ્હાનવીએ સોશિયલ મીડિયા પર ખેડૂત સમર્થનમાં પોસ્ટ મૂકી ત્યારે જઈને શૂટિંગ કરવાની પરમીશન આપવામાં આવી હતી. જ્હાનવી ત્યારે ગૂડ લક જૈરીનું શૂટ કરી રહી હતી.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">