Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામન્થાની ખરાબ પસંદગીથી ચાહકોને દુઃખ થયું, જાણો શું છે સમગ્ર મામલો

સામન્થા રૂથુ પ્રભુ (Samantha Ruthu Prabhu) એ ટોલીવુડ જગતની આજે સૌથી મોટી અદાકારામાંની એક ગણવામાં આવે છે. સામન્થા રૂથુ પ્રભુએ આજકાલ તેના ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે તેના છૂટાછેડાને કારણે સતત ચર્ચામાં બની રહે છે.

સામન્થાની ખરાબ પસંદગીથી ચાહકોને દુઃખ થયું, જાણો શું છે સમગ્ર મામલો
Samantha Ruthu Prabhu (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 6:24 PM

ટોલીવુડ (Tollywood) જગતની સૌથી સફળ ગણાતી અભિનેત્રી સામન્થા રૂથુ પ્રભુ (Samantha Ruthu Prabhu) અત્યારે સફળતાનાં શિખરો સર કરી રહી છે. સામન્થા તાજેતરમાં નાગા ચૈતન્ય (Naga Chaitnya) સાથે તેના છૂટાછેડા પછી, તેણી મોટી ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સાથે સતત કોન્ટ્રાકટ મેળવી રહી છે અને શાનદાર પરફોર્મન્સ આપી રહી છે. તેણી હિન્દી ફિલ્મોમાં પણ, લોકપ્રિયતા મેળવી ચુકી છે. પરંતુ હવે, ‘કાથુ વાકુલા રેન્દુ કાધલ’ જેવી તમિલ ફિલ્મ (Tamil Film) પસંદ કરવા બદલ ચાહકો તેણીથી થોડા નારાજ થયા છે. જ્યારે તેણી અત્યારે એવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેણી અક્કીનેનીના સમર્થન વિના તેની કારકિર્દી ફરીથી સફળ બનાવી શકશે.

આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનથારા પણ મુખ્ય ભૂમિકામાં છે. તેણીના ચાહકોને લાગે છે કે વિજય સેતુપતિ અને નયનતારાના નામ પર પ્રમોશન કરવામાં આવી રહ્યું છે અને સામન્થા ફિલ્મમાં સેકન્ડ લીડ જેવી લાગે છે.

જો આ ફિલ્મ હિટ થાય છે, તો ચોક્કસ નયનતારા ફિલ્મની બધી ક્રેડિટ લઈને જતી રહેશે અને સામન્થાને બાજુ પર ધકેલી દેવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન વિગ્નેશ શિવાને કર્યું છે જે નયનતારાનો બોયફ્રેન્ડ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે આ ફિલ્મને સંપૂર્ણપણે નયનતારા કેન્દ્રિત બનાવી છે.

તેથી, આવી ફિલ્મનો હિસ્સો બનવા માટે સામન્થા સહમત થઇ, આ વાત તેણીના ફેન્સને બિલકુલ પણ પસંદ આવી રહી નથી. આ ફિલ્મ તેને કોઈ ફાયદો અપાવશે નહીં અને તેની બાજુથી ખરાબ પસંદગી છે તેવો સામન્થાના ચાહકોનો અભિપ્રાય છે. હાલ એ જોવાનું રહ્યું કે, સામન્થા આ ફિલ્મમાં તેની ભૂમિકા કેવી રીતે ભજવે છે અને જો ફિલ્મ તકે હિટ થઈ જાય તો તેને શું ફાયદો થાય છે.

આ પણ વાંચો : Samantha Divorce : નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર અભિનેત્રી સામંથાએ કંઈક એવુ કહ્યુ કે ચાહકો ચોંકી ગયા !

આ પણ વાંચો : Alia Ranbir Wedding: આલિયા ભટ્ટ Mrs. Kapoor બનતાની સાથે જ પતિ રણબીર કપૂર સાથે તેની ઇન્સ્ટાગ્રામ DP બદલ્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">