કન્નડ ફિલ્મનો સ્ટાર, હવે હત્યા કેસમાં જોડાયું નામ, કોણ છે દર્શન થૂગુદીપા?

Renuka Swamy murder case : રેણુકા સ્વામી મર્ડર કેસમાં પ્રખ્યાત કન્નડ ફિલ્મ અભિનેતા દર્શન થુગુદીપાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં 10 લોકોની અટકાયત કરી છે, જેમણે કબૂલાત કરી છે કે તેઓએ અભિનેતાના કહેવા પર જ યુવકની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવક કન્નડ અભિનેત્રી પવિત્રા ગૌડાને અશ્લીલ મેસેજ મોકલતો હતો.

કન્નડ ફિલ્મનો સ્ટાર, હવે હત્યા કેસમાં જોડાયું નામ, કોણ છે દર્શન થૂગુદીપા?
Renuka Swamy murder case
Follow Us:
| Updated on: Jun 12, 2024 | 11:39 AM

બેંગલુરુમાં રેણુકા સ્વામી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. મામલો હવે મોટો થઈ રહ્યો છે. કન્નડ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા દર્શન થૂગુદીપાની યુવકની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં શંકાસ્પદ તમામને કસ્ટડીમાં લીધા છે.

આ હત્યા કેસમાં અભિનેતા ઉપરાંત 10 વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન શકમંદોએ કબૂલાત કરી હતી કે તેઓએ દર્શનના કહેવા પર જ રેણુકાની હત્યા કરી હતી.

કોણ છે દર્શન થૂગુડીપા?

દર્શન થૂગુદીપા માત્ર અભિનેતા જ નથી પણ ફિલ્મ નિર્માતા પણ છે. દર્શન કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કરી રહ્યો છે. વર્ષ 2002માં દર્શને ફિલ્મ મેજેસ્ટિકથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. અભિનેતા કન્નડ સિનેમાનું એક મોટું વ્યક્તિત્વ છે. તેણે વર્ષ 2006માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

દર્શને ઘણી મોટી ફિલ્મોને મોટા પડદા પર રજૂ કરી છે. દર્શન ગાજા, નવગ્રહ, સારથિ, કારિયા, કલાસીપાલ્યા, બુલબુલ, યજામના અને રોબર્ટ જેવી ફિલ્મો માટે ખૂબ પ્રખ્યાત છે. તેની અગાઉની ફિલ્મ કટેરા વર્ષ 2023માં મોટા પડદા પર રીલિઝ થઈ હતી.

દર્શનનું નામ અનેક વિવાદો સાથે જોડાયેલું

શાનદાર ફિલ્મી કરિયર હોવા છતાં દર્શનનું નામ અનેક વિવાદો સાથે જોડાયેલું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2016 માં અભિનેતાની પત્નીએ તેના ‘વાંધાજનક વર્તન’ને કારણે બેંગલુરુ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ સિવાય વર્ષ 2021માં એક કન્નડ અભિનેતા પર વેઈટર સાથે ગેરવર્તન કરવાનો આરોપ લાગ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર તેણે 50 હજાર રૂપિયા આપીને મામલો થાળે પાડ્યો હતો. આટલું જ નહીં વર્ષ 2022માં એક કન્નડ ફિલ્મ પ્રોડ્યુસરે દર્શન વિરુદ્ધ ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. કન્નડ અભિનેતાના ફાર્મહાઉસ પર 2023ની શરૂઆતમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

શું છે રેણુકા સ્વામી મર્ડર કેસ?

પોલીસ તપાસ બાદ સામે આવ્યું છે કે રેણુકા સ્વામીએ સોશિયલ મીડિયા પર અભિનેત્રી પવિત્રા ગૌડા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. યુવક અભિનેત્રીને અશ્લીલ મેસેજ પણ મોકલતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે પવિત્રાને તેની સાથે લગ્ન કરવા માટે વારંવાર હેરાન કરતો હતો.

અભિનેત્રીએ આ માહિતી તેના મિત્ર અને અભિનેતા દર્શન થૂગુદીપાને આપી હતી. યુવકની આ હરકતથી દર્શન ખૂબ જ ગુસ્સે થઈ ગયો, જેના કારણે તેણે યુવકની હત્યા કરી નાખી. 8 જૂન, 2024 (શનિવાર)ના રોજ, રેણુકા સ્વામીનો મૃતદેહ કામાક્ષી પાલ્યાના એક એપાર્ટમેન્ટ પાસેના નાળામાંથી મળી આવ્યો હતો. ત્યારથી પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે.

પવિત્ર ગૌડા-દર્શન થુગુડીપા વચ્ચેનું જોડાણ

વર્ષની શરૂઆતમાં કન્નડ અભિનેત્રી પવિત્રા ગૌડાના નામની ખૂબ ચર્ચા થઈ હતી. અભિનેત્રીના લાઈમલાઈટમાં આવવા પાછળનું કારણ એક તસવીર હતી, જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીર પવિત્રા અને એક્ટર દર્શનની હતી, જેના દ્વારા તેણે ખુલાસો કર્યો હતો કે બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. અભિનેત્રીએ લખ્યું હતું કે, એક દાયકો વીતી ગયો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. અમારા સંબંધને 10 વર્ષ થઈ ગયા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">