ફૈઝ અને ગાલિબ, આ વાંચવાની આપણી ઉંમર છે? વાયરલ ઈન્ટરવ્યુ પર સૈફ અલી ખાનનો ખુલાસો

|

May 04, 2022 | 1:24 PM

સૈફ અલી ખાનનો (Saif Ali Khan) એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા જુના ઈન્ટરવ્યુનો વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. સૈફે આ વિડીયોમાં કહેલી એક વિવાદાસ્પદ વાત અંગે પોતાનો બચાવ પણ કર્યો હતો.

ફૈઝ અને ગાલિબ, આ વાંચવાની આપણી ઉંમર છે? વાયરલ ઈન્ટરવ્યુ પર સૈફ અલી ખાનનો ખુલાસો
Saif Ali Khan (File Photo)

Follow us on

બૉલીવુડ (Bollywood) અભિનેતા સૈફ અલી ખાનના (Saif Ali Khan) ઈન્ટરવ્યુ અન્ય સ્ટાર્સ કરતા એકદમ અલગ હોય છે. તેની વાત કરવાની કેઝ્યુઅલ સ્ટાઈલ તેના હંમેશા ફેન્સને પસંદ આવી છે. ગયા વર્ષે સૈફનો એક જૂનો વીડિયો વાયરલ (Viral Video) થયો હતો જેના પર ઘણી ચર્ચા થઈ હતી. હવે સૈફે, તાજેતરના એક ઈન્ટરવ્યુમાં આ ઘટના અંગે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. તેના જૂના વાયરલ થયેલા ઇન્ટરવ્યુ માટે, સૈફે કહ્યું છે કે, તે આ ઇન્ટરવ્યુ પર ગર્વ અનુભવે છે. તેના કહેવા મુજબ, આ ઇન્ટરવ્ય જયારે હતો, ત્યારે તે સમયે તે દવા લેતો હતો. આવો જાણીએ આખી વાત….

એક જાણીતા એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં સૈફે પોતાના વાયરલ વીડિયોમાં કહેલી એક વાત અંગે પોતાનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું છે કે, ”એવું લાગે છે કે હું દવા પર હતો. પરંતુ મેં ઘણા ઇન્ટરવ્યુ કર્યા છે અને તેમાંથી કેટલાકમાં મને દવા આપવામાં આવી હતી. તે મુલાકાતો દરમિયાન હું માનસિક રીતે ત્યાં નહોતો. હું ત્યાં જો કે ગેરહાજર જ હાતો તેમ કહી શકાય.”

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

સૈફ આ રીતે પોતાનો બચાવ કરે છે

જો તમે આ થ્રોબેક ઇન્ટરવ્યુ વીડિયો જોશો, તો એક વાર તમને પણ લાગશે કે સૈફ આ શું કહી રહ્યો છે. તે સમયે ડેશિંગ અભિનેતા 20 વર્ષનો હતો. જો કે, ત્યારે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ લોકપ્રિય ના હતો. આ તેની ફિલ્મી કરિયરની શરૂઆત હતી.

સૈફ અલી ખાને તાજેતરમાં કહ્યું હતું કે, ”મને લાગે છે કે ઉંમરના એક તબક્કે તમારે સાદું જીવન જ હોવું જોઈએ. જે હું અત્યારે મારા પુત્ર ઈબ્રાહિમમાં જોઉં છું અને મને લાગે છે કે તે સારું છે. પરંતુ જીવનમાં આ વલણને આગળ રાખવું જરૂરી નથી, તેથી મને આ મુલાકાત પર ગર્વ છે કારણ કે હું જે હતો તે જ હું તેમાં જોવા મળ્યો હતો.”

આ થ્રોબેક ઇન્ટરવ્યુ વીડિયોમાં શું વાત હતી ??

આ થ્રોબેક ઇન્ટરવ્યુમાં એવું શું હતું કે, જેનાથી ગત વર્ષે સૈફ અલી ખાનની તુલના અભિનેત્રી અનન્યા પાંડે અને રોબર્ટ પેટિસન સાથે કરવામાં આવી હતી. આ વિડીયોમાં સૈફને તેના ફેવરિટ કવિઓ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના પર સૈફે કહ્યું હતું કે, ”ફૈઝ અને ગાલિબ…. શું તમે બકવાસ કરી રહ્યા છો. મારા દાદી અને પિતા આ બધું વાંચતા હતા. શું આ વાતો વાંચવાની અત્યારે આપણી ઉંમર છે…?? જો કે, વાંચવા જાવ તો કુરાન એ શરીફ પણ અદભૂત કવિતા છે.”

ઘણા લોકોએ આ વિડીયો અંગે નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. માત્ર કોમેન્ટ્સ જ નહીં પરંતુ કેટલાકે સૈફને અનન્યા પાંડે મેક્સ પ્રો અલ્ટ્રા પણ કહ્યા છે. તો કેટલાક સૈફને આ વાત કહેવા માટે મૂર્ખ વ્યક્તિ પણ કહી રહયા છે.

 

Next Article